Abtak Media Google News

જીઓ-ફેસબૂક સહિતનાં વિશેષ કરારોમાં ભજવ્યો મહત્વપૂર્ણ ભાગ

વિશ્ર્વમાં રિલાયન્સ કંપનીએ અનેક ઉચ્ચ શિખરો સર કરયા છે, અનેક વિધ મહત્વપૂર્ણ કરારો થકી કંપનીએ પોતાની આગવી છાપ પણ પ્રસ્થાપીત કરી છે, ત્યારે પ્રશ્ર્નએ છે કે રિલાયન્સ કં૫ની અને મુકેશ અંબાણીની સફળતા પાછળ કોણ છે? ત્યારે હાલ પ્રાપ્ત માહિતી અને સુત્રોનાં જણાવ્યા મુજબ રીલાયન્સ રીટેલનાં ડાયરેકટર મનોજ મોદીનુ નામ સામે આવી રહ્યું છે કે જેવો લોકો સામે અને દુનિયા સામે જૂજ જ સામે આવે છે. જીઓ, ફેસબૂક વચ્ચે થયેલા કરારોમાં મનોજ મોદી સ્થાન ખૂબ જ ઉંચુ છે. બીજી તરફ મનોજ મોદી બારગેઇનીંગમાં પણ એક અલગ છાપ ધરાવે છે. જે રીલાયન્સ કંપનીની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ પણ ભજવ્યો છે. રિલાયન્સ પેટ્રોકેમીકલ્સથી ઇન્ટરનેટ ટેકનોલોજીનાં વ્યાપારમાં મનોજ મોદીનુ યોગદાન અને‚ રહ્યું છે.જીઆ, ફેસબૂક હોઇ કે, તેમાં મનોજ મોદીએ કિ ભૂમીકા ભજવી છે. વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં એક વાતની પણ સ્વષ્ટતા થઇ રહી છે કે રીલાયન્સમાં મુકેશ અંબાણી અને મનોજ મોદફી વચ્ચેનો ઘરોબો ખૂબ જ પ્રબળ અને મજબૂત છે.

Advertisement

મનોજ મોદી રિલાયન્સમાં ધીરૂભાઇ અંબાણી વખતથી કાર્ય કરી રહ્યા છે. તે ધીરૂભાઇની સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઇશા અને અનંત અંબાણી સાથે જીઓ ડીલમાં પણ સાથે કામ કરી રહયા છે. ગત રીલાયન્સની વાર્ષિક સભામાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સ્પોલાઇટમાં આવ્યા હતા. રિલાયન્સનુ રીટેલ ક્ષેત્ર જે ધમધમી રહ્યું છે. તેનું મુખ્ય કારણ મનોજ મોદી છે. તેમની દીર્ધદ્રષ્ટી કંપનીને ઉચ્ચ શિખર પર પહોચાડવા માટે અત્યંત કારગત નીવડી છે. કોઈપણ કરા કે ડીલ છેલ્લે મનોજ મોદીની ‘હા’ બાદ જ પૂર્ણ થતી હોઈ છે. અન્ય કંપનનીનાં માલીકો પણ મનોજ મોદીનાં વ્યાપારીક કળાના ગુણગાન કતા નજરે પડે છે.

ઉદ્યોગોને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધારવામાં તેઓનું દીર્ધજ્ઞાન અત્યંત કારગત સાબીત થયું છે. મનોજ મોદી અને મુકેશ અંબાણી બંનેએ યુનિ.ડીપાર્ટમેન્ટ ઓફ કેમીકલ ટેકનોલોજી મુંબઈમાં સાથે અભ્યાસ કર્યો છે. જયાંથી તેઓની મીત્રતા શરૂ થઈ હતી રીલાયન્સમાં યોગ્ય એકઝીકયુશન કરવા માટે મનોજ મોદીનું નામ ખૂબજ ચર્ચામાંરહ્યું છે. તેઓ સ્ટાફને પણ ઉત્સાહીત કરી કંપનીને ઉચ્ચ શિખર સુધી પહોચાડવા માટે મદદરૂપ સાબીત થતું હોઈ છે. વર્ષ ૨૦૧૬ રીલાયન્સ જીઓ વાયરલેશ સર્વીસ ૨૦૧૬માં શરૂ કરી હોવાની વાતમાં પણ મનોજ મોદીએ મહત્વપૂર્ણ કાર્ય હાથ ધર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.