મેયર-મ્યુ.કમિશનર દિલ્હીમાં: રેલવે મંત્રી સુરેશ પ્રભુ સાથે બેઠક.

Suresh Prabhu | Railway Minister
Suresh Prabhu | Railway Minister

રેલનગર અંડરબ્રિજમાં લેવીની રકમ માફ કરવા અને લક્ષ્મીનગર નાલુ પહોળુ કરવા મંજૂરી આપવા સહિતના પ્રશ્ર્ને સાંસદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં રેલવે મંત્રીને રજૂઆત.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આજે રાજધાની નવીદિલ્હીમાં ધામા નાખ્યા છે. શહેર વોર્ડ નં.૩માં નિર્માણાધીન રેલનગર અંડરબ્રિજ પ્રોજેકટનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે લેવીની રકમ માફ કરવા અને લક્ષ્મીનગર નાલાને પહોળુ કરવા માટે રેલવે વિભાગ દ્વારા તત્કાલ મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત રેલવે મંત્રી સુરેશ પ્રભુને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

આ અંગે સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ રેલનગર અંડરબ્રિજ પ્રોજેકટ છેલ્લા ઘણા વર્ષોી વિવાદોી ઘેરાયેલો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રસિધ્ધીને લઈને વિવાદના એરાણ પર ચઢેલા આ બ્રિજનું કામ હાલ પુર્ણતાના આરે છે. તાજેતરમાં મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ રેલવેના બોર્ડ સો એક બેઠક યોજી હતી જેમાં રેલનગર અંડરબ્રિજમાં રેલવે દ્વારા જે લેવીની રકમની માંગણી કરવામાં આવે છે તે માફ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

કોર્પોરેશન ૧૯૯૯ના વર્ષની જંત્રી મુજબ લેવીની રકમ ભરવા તૈયાર છે પરંતુ રેલવે વિભાગ વર્ષ ૨૦૧૩ની જંત્રી પ્રમાણે લેવીની રકમ માંગે છે. બીજી તરફ કોર્પોરેશને વર્ષ ૨૦૦૫ની જંત્રીની લેવી રકમ ભરપાઈ કરવા તૈયારી દર્શાવી છે. છતાં રેલવે વિભાગ આ બાબતે નમતુ જોખવા તૈયાર ની. ત્યારે આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દિલ્હી રેલવે મંત્રીને રજૂઆત કરવા માટે દોડી ગયા છે. રેલવે મંત્રીએ સાંજે ૫ કલાકનો ટાઈમ આપ્યો છે. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુને રજૂઆત કરવામાં આવશે અને લેવીની રકમ માફ કરી દેવા માટે માંગણી કરવામાં આવશે.

આટલું જ નહીં રેલનગર અંડરબ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે બ્રિજ કોર્પોરેશનની હેડ ઓવર કરી દેવામાં આવે તો તાત્કાલીક લોકાર્પણ ઈ શકે તેમ છે. આગામી વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે લક્ષ્મીનગર નાલાને પહોળુ કરવાની યોજનાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ નાલુ રેલવે વિભાગ હસ્તકનું હોય નાળાને પહોળુ કરવા માટે રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માંગણી પણ આજે રેલવે મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલનગર પ્રોજેકટ છેલ્લા સાતેક વર્ષની લટકતો પ્રોજેકટ છે અનેકવાર કામો અટકયા છે અને અનેકવાર કામો ફરી શ‚ યા છે. ત્યારે હવે આ પ્રોજેકટ પૂર્ણતાના આરે છે ત્યારે લેવીની રકમના કારણે તેનું લોકાર્પણ ન કરી શકાય તેવું ન બને તે માટે મહાપાલિકાના મેયર તા મ્યુનિ.કમિશનર મારતા ઘોડે દિલ્હી દોડી ગયા હતા અને રેલ મંત્રીને રજૂઆત કરી હતી.