Abtak Media Google News

રાજકોટ એસ.ટી બસ સ્ટેન્ડની બહાર 250 એસ.ટી કર્મીઓએ કર્યો વિરોધ

સાતમું પગારપંચ, 1000 આશ્રિતોને નોકરી સહીતની માંગણી: આજે એસ.ટી કર્મચારીઓ 2કલાક તડકામાં શેકાયા

20 ફેબ્રુઆરીના રાત્રીના 12 વાગ્યાથી એસટીના ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સી.એલ. ઉતરી જશે

Vlcsnap 2019 02 18 14H08M07S106

એસટીના કામદારોને સાતમા પગારપંચનો લાભ, 1000 આશ્રિતોને નોકરી અને આંતર વિભાગીય બદલી સહિતના પડતર પ્રશ્નો ન ઉકેલાતા આજે રાજકોટ એસ.ટીના કર્મચારીઓ બસ સ્ટેન્ડની બહાર પાથરણું પાથરી બેસી ગયા હતા અને પડતર માંગણીઓ મુદે સુત્રોચાર અને ધરણા કર્યા હતા. આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી એસ.ટી સંગઠનો દ્વારા તડકામાં શેકાઈને વિવિધ માંગણીને લઈને ધરણા-સૂત્રોચ્ચાર કર્યા હતા. હજુ આવતીકાલે પણ 12થી 4 દરમિયાન એસ.ટીના કર્મચારીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. હજુપણ માંગણી સંતોષવામાં નહિ આવે તો 20 ફેબ્રુઆરીના રાત્રીના 12 વાગ્યાથી એસટીના ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સી.એલ. ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ફેબ્રુઆરીથી રાજ્યના 45000 કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી જવાના હતા પરંતુ યુનિયનના આગેવાનોને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ મનાવી લીધા અને થોડો સમય માંગ્યો હતો. જોકે ત્યારબાદ પણ સરકારે હકારાત્મકતા ન દાખવતાં યુનિયને ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે.

એસટીના કામદારોના પડતર પ્રશ્નો જેવા કે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો, ફિક્સ પગારના કર્મીઓને ધારાધોરણ મુજબ નાણાકીય લાભો અને સવલતો આપવી, વર્ષ 2011 પહેલા 1000 આશ્રિતો છે અને નિગમમાં પટ્ટાવાળા અને વોચમેનની ભરતી થતી નથી ત્યારે આવા આશ્રિતોને નોકરી અથવા આર્થિક પેકેજનો લાભ આપવો, વર્ગ – 3 અને 4 ના કર્મચારીઓની કોઈ પણ કારણવિના કરાયેલી આંતર વિભાગીય બદલીના હુકમ રદ કરવા, નિગમના માન્ય સંગઠનોમાં સુધારા – વધારાની કાર્યવાહી કરવામાં આવી છે તે રદ કરવી, ખાનગી વાહનો ભાડે લેવાની પધ્ધતિથી એસટી નિગમને દરરોજ કરોડોનું નુકશાન થાય છે. જેથી આ પધ્ધતિ રદ કરવી. આ તમામ મુદ્દે એસટીના 45000 કર્મચારી આજથી 2 દિવસ ધરણાં અને સૂત્રોચ્ચાર કરવાના છે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીના રાત્રીના 12 વાગ્યાથી એસટીના ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સી.એલ. ઉતરી જશે તેમ રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના પ્રમુખ ઇન્દુભા જાડેજા, એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલ અને એસ.ટી.મઝદૂર મહાજનના પ્રમુખ વી.આર.વાછાણીએ જણાવ્યુ હતું.

Vlcsnap 2019 02 18 14H16M56S30

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.