Abtak Media Google News

આજથી સિરામીક એક્સપોનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિશ્વભરમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. પાટનગર ગાંધીનગરમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો માહોલ ખડો થયો છે.

મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વભરના આમંત્રીત મહેમાનો આવશે. ગાંધીનગરના આંગણે વિશ્વના સૌથી મોટા સિરામિક એક્સપોનો બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે દબદબા ભેર પ્રારંભ થશે.

મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭નું રંગારંગ કાર્યક્રમ સાથે બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે પ્રારંભ કરાશે

ફિનિશ સીરામીક પ્રોડક્ટ માટેના આ વિશ્વના સૌથી મોટો એક્સ્પો ગાંધીનગર ખાતે ચાર દિવસ સુધી ચાલશે. જેમાં વિશ્વભરમાંથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો અને વ્યક્તિગત મુલાકાતીઓ આવશે.

ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસિએશન અને ઑકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત આમંત્રણ પહોચાડવામાં આવ્યા હતા જેની ફલશ્રુતિ રૂપે ગાંધીનગર,અમદાવાદ,કડી સહિતના શહેરોની ખ્યાતનામ હોટલો બુક કરાઇ છે. જેમાં ગાંધીનગરમાં અનેરો માહોલ જામ્યો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર ખ્યાતનામ કરવા યોજાયેલ આ સમિટ સ્થળે આબેહૂબ મોરબીનો માહોલ ખડો કરાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.