Abtak Media Google News

રાજયના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આજ રોજ સવારે સર્કિટ હાઉસ ખાતે મીડિયાના મિત્રોને સંબોધન કર્યું હતું.

Screenshot 6 10

જેમાં તેઓએ ખેડૂતો, તેમને મળતા લાભો અને બમણી આવક વગેરે વિશે માહિતી આપી હતી. પ્રેસ મીડિયાને સંબોધન કરતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકીય કેન્દ્ર બિંદુ છે. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી, અડદ , સોયાબીન, મગની ખરીદી કરવામાં આવી છે.

 

Screenshot 4 14

પ્રથમ દિવસે નોંધણી પામેલા ૫૦ ખેડૂતોને મગફળીની ખરીદી અર્થે બોલાવાયા. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, યાર્ડના હોદેદારોએ ખરીદીનું મુહૂર્ત કર્યું. રાજ્ય સરકાર આજથી ત્રણ માસ સુધી રૂ. ૧૧૭૦ પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરશે.

Screenshot 2 19

ખેડૂતોની આવક બમણી કરવા ખેતી ઉત્પાદનને.પૂરતો ભાવ મળવો જોઈએ તેમ કૃષિમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે ટેકાના ભાવની પડતર કિંમત ઉપર 50 ટકા ભાવ ચડાવાશે. “પારદર્શકતાથી ટેકાના ભાવે ખરીદી કરાશે.

Whatsapp Image 2022 10 29 At 9.57.40 Am

દર સિઝનમાં વાવણી પહેલા કયો પાક વાવવો અને કેટલો ભાવ મળશે એ જરૂરી છે. નાફેડ મારફતે પૂરતી ખરીદી સરકાર કરશે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાવી. જિલ્લામાં 11 જેટલા કેન્દ્રો અને રાજ્યમાં 160 કેન્દ્રો શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.