Abtak Media Google News

રાજ્ય સરકારે નવી ભરતીનું અભિયાન હાથ ધર્યું: ૭૩ હજાર કર્મચારીઓને નિયુક્ત પત્ર એનાયત કરાયા

રાજયના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું વેકેશન સુધરી જાય તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સાતમા પગાર પંચના અમલ બાદ કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ મોડે મોડેી રાજય સરકારે ચાર ટકા મોંઘવારી ભથ્ાનો લાભ ૮ લાખી વધુ અને પેન્શનરોને આપવાનું જાહેર કર્યું છે. જેના કારણે વર્ષે ૯૩૦ કરોડ રૂપિયાનો બોજો સરકાર પર પડશે.

ચાર ટકાના ભથ્ાનો પહેલો સ્લેબ આગામી મહિનાના પગારમાં જ રોકડમાં જમા કરાવવામાં આવશે. તે સો ચાલુ વર્ષમાં ૭૩ હજાર સરકારી કર્મચારીઓ-અધિકારીઓની ભરતી પણ કરી દેવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. યુવાનોને સરકારી નોકરીમાં તક આપવાના કારણે વર્તમાન સરકારી કર્મીઓની નિવૃતિ વય મર્યાદા ૫૮ વર્ષી વધારીને ૬૦ વર્ષ કરવાની હાલ કોઇ વિચારણા નહીં હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સને મળેલી મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના અમલ બાદ બે તબક્કામાં ૧-૭-૨૦૧૬ અને ૧-૧-૨૦૧૭ના દિવસે બે-બે ટકા મળીને કુલ ૪ ટકા મોંઘવારી ભથ્ુ જાહેર કર્યું હતું.

જેનો સરકારે સ્વીકાર કરતા રાજય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનર મળીને કુલ ૮,૨૦,૭૬૪ પણ વધારાયેલા મોંઘવારી ભથ્ાનો લાભ મળશે.

આગામી માસના પગારમાં જ ચાર ટકા મોંઘવારી ભથ્ુ રોકડમાં ચૂકવાશે જેના કારણે ૪૬૫ કરોડનો બોજો સરકાર પર પડશે તે સો એરીયર્સ ચૂકવવામાં આવશે તેનો પણ ૪૬૫ કરોડ રૂપિયા મળીને સરકાર પર ૯૩૦ કરોડ રૂપિયા જેટલો વધારાનો બોજો પડશે.

ડે. સીએમ પટેલે જણાવ્યું કે, ચાલુ વર્ષે જ સરકારે નવી ભરતીનું અભિયાન હા ધર્યું હતું. તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને ૬૭ હજાર નવી નિમણૂક આપવાનો લક્ષ્યાંક હતો તેનાી વધુ છ હજાર જેટલા ભરતી કરી દેવામાં આવી છે. કુલ ૭૩ હજાર જેટલા કર્મીઓને નિયુક્તિ પત્ર આપીને ફરજ પર હાજર પણ કરી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.