Abtak Media Google News

કોંગ્રેસના અમુક નેતાઓ અસ્તિત્વ ટકાવી રાખવા જ કાર્યક્રમો આપી રહ્યા છે

 કોંગ્રેસની દરિયા કિનારા યાત્રા ફરીી એક ફ્લોપ શો સાબિત ઈ છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં પ્રવર્તમાન આંતરિક કલહ અને ફૂટ જગજાહેર ઈ ગઈ છે. કોંગ્રેસની આ દરિયા કિનારા યાત્રામાં પ્રજાનું સર્મન ક્યાંય જોવા મળ્યું ન હતુ તેમજ કોંગ્રેસના પ્રાદેશિક નેતૃત્વ કે કોંગ્રેસ પાર્ટીના સનિક કાર્યકર્તાઓએ આ દરિયાકિનારા યાત્રામાં કોઈ પણ જાતનો રસ દાખવ્યો ન હતો. જે કારણે કોંગ્રેસની યાત્રાઓ કયાંી નીકળે છે અને ક્યાં પતી જાય છે તે કોંગ્રેસના નેતૃત્વ કે કાર્યકર્તાઓને પણ ખબર પડતી ની. કોંગ્રેસના અમુક નેતાઓ સ્વ-અસ્તિત્વ ટકાવવા ખાતર કાર્યક્રમો આપે છે. પરંતુ પાર્ટી નેતૃત્વ કે કાર્યકર્તાઓને આવા કાર્યક્રમોમાં કોઈ પણ જાતનો રસ હોતો ની.

તેમ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજા વિમુખ, વિખવાદી કોંગ્રેસ વિનાશ તરફ ધકેલાઈ રહી છે. કોંગ્રેસના અલગ-અલગ નેતાઓએ જુદા-જુદા નિવેદનો આપવા પડે છે, રાષ્ટ્રીય નેતૃત્વ સોની મીટીંગમાં કોંગ્રેસના નેતાઓ ચાલુ બેઠકે નિકળી જાય છે, ગ્રુપ ફોટામાં હાજર રહેતા ની, સોશીયલ મીડીયા કે હોર્ડીંગ્સોમાં જાતના વિષયો નિકળી આવે છે. છાશ છાગોળે અને ભેંસ ભાગોળે તેવા હાસ્યાસ્પદ નિવેદનો કોંગ્રેસના નેતાઓ કરે છે. આ બધા કોંગ્રેસના આંતરિક વિખવાદોી ગુજરાતની જનતા વાકેફ છે.

તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧,૦૦૦ કરોડની સાગરખેડુ યોજનામાં ૩૮ તાલુકાને આવરી લઈ દરિયાપટ્ટી પરના માછીમારો સહિત તમામ લોકોની જનસુવિધા-જનકલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. ભાજપ સરકારે છેલ્લા બે દાયકાી સાગરખેડુ ભાઈઓના હિતની સવિશેષ ચિંતા કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલની નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકારે સેવા સેતુી માંડીને કૃષિ મહોત્સવ જેવા વિવિધ જનહીત અને જનકલ્યાણના કાર્યો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.