ધો. ૧૨ સાયન્સના પરીક્ષા ફોર્મ ૨૦મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ભરાશે

બોર્ડની વેબસાઈટ gseb.org પરથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે

કોરોના કાળ બાદ રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે. અને હવે સમાચાર સામે આવ્યા છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં એક મહિના સુધી ફોર્મ ભરી શકાશે. અને આ વખતે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓને પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે, તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાય છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ વર્ષ ૨૦૨૧ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન ઓનલાઈન જીએસઇબીની વેબસાઈટ પર ભરી શકાશે.

જીએસઇબી દ્વારા એમ પણ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે ૨૧ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધી રાતના ૧૨ વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે. ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. આ માટેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ લતયબ.જ્ઞલિ પર મૂકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બોર્ડના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ થઇ ચૂકી છે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને હવે આગામી દિવસોમાં ધો. ૧૦ અને ધો. ૧૨ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.

Loading...