Abtak Media Google News

સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી પરિણીત શખ્સે યુવતીને બનાવી હવસનો શિકાર : પોલીસે નરાધમની કરી શોધખોળ

રાજકોટમાં લોહીના સંબધોને લાંછન લગાડતો એક ચકચાર બનાવ પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે.જેમાં કૌટુંબિક ભાઈએ તેની બહેનને પોતાના મિત્રતાના સબંધોને બીજું નામ આપી પૂરા સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી તેને હવસનો શિકાર બનાવ્યા હતો બાદ છ માસ પછી યુવતીને પેટમાં દુખાવો થતા તેની માતાએ તેમને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતા ત્યાં તે ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

Advertisement

જેથી તેના પરિણીત કુટુંબિક ભાઈએ જ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવતા તે પોલીસમાં ફરિયાદ નોંધાવા જતા હતા.ત્યાં તેને પેટમાં વધુ દુખાવો થતા હોસ્પિટલમાં લઇ જતા ત્યાં તેને બાળકને જન્મ આપ્યો હતો.જેથી પોલીસે નરાધમ વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

આ અંગે બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ આરોપીમાં તેના જ કૌટુંબિક ભાઈ તુષાર દિનેશ સોલંકી (રહે.લાભદીપ સોસાયટી)નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતી કે તેને તુષાર સાથે મિત્રતા થતા અવાર- નવાર તેને મળતી હતી. એટલુ જ નહી માતાના ફોનમાંથી તેની સાથે વાતચીત પણ કરતી હતી. છ એક મહિના પહેલા બપોરે તે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ કોલ કરી નજીકના મંદિર પાસે મળવા બોલાવી હતી.

જયાં પહોંચતા તેની સાથે વાતચીત કર્યા બાદ ગાંધીગ્રામ વિસ્તારમાં પોતાના દાદાનું મકાન ખાલી હોવાનું કહી ત્યાં નીરાતે બેસી વાતચીત કરવાની કહેતા તેની સાથે બાઈક ઉપર ગઈ હતી.મકાનમાં બંને વાતચીત કરતા હતા ત્યારે આરોપીએ શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. જેની સામે તેણે કહ્યું કે આપણા વચ્ચે મિત્રતાનો સંબંધ છે, આપણાથી આવું ખરાબ કામ ન કરાય. આ વાત સાંભળી આરોપીએ કહ્યું કે જો તું મારી સાથે શરીર સંબંધ નહી બાધે તો આપણા સંબંધની ખોટી વાત બધાને કહી તને બદનામ કરીશ.આ પ્રકારની ધમકી આપી આરોપીએ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ બાઈક ઉપર ઘરે મુકી ગયો હતો. જો કે ઘરે તેણે બીકના કારણે પરીવારના સભ્યોને કોઈ વાત જણાવી ન હતી. ગઈકાલે સવારે અચાનક તેની તબીયત લથડતા પરીવારના સભ્યો ડોકટર પાસે લઈ ગયા હતા. જ્યાં તેને સાત માસનો ગર્ભ હોવાનું કહ્યું હતું. બાદમાં તેણે પરીવારના સભ્યોને આપવીતી જણાવી હતી.જેના પગલે પરીવારના સભ્યો ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ તેની તબિયત અને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો.હાલ પોલીસે આરોપી તુષારની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.