Abtak Media Google News

કાલાવડ રોડ પરનો બનાવ : ચાર વર્ષ પહેલા મકાન સગાભાઈ અંગેની ફરિયાદ પાછી ખેંચી લેવા મામલે મારામારી કરી

શહેરમાં કાલાવડ રોડ પાસે આવેલ આંબેડકર નગર માં રહેતા દંપતિ પર તેના જ પાડોશમાં રહેતા ત્રણ મહિલા સહિત છ શખ્સોએ ચાર વર્ષ પહેલા ફરિયાદ કરી હતી તે પરત ખેંચી લેવાનું કહી છરી અને ધોકા વડે હુમલો કરતા બંનેને ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નહોતી કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ આંબેડકરનગરમાં રહેતા ભુપતભાઇ કારાભાઇ ચંદ્રપાલ(ઉ.વ.42) એ ફરિયાદમાં તેમના સગાભાઈ વિનુ કારાભાઈ,પત્ની ચંદ્રિકાબેન વિનુભાઈ,તેમના પુત્ર સુનિલ,દિવ્યેશ,સુનિલની પત્ની અને દિવ્યેશની પત્ની વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.ભુપતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા. 19/06ના રાત્રીના હું તથા મારી પત્ની ચંદ્રીકાબેન તથા મારો દિકરો વિશાલ વારૂ પાણી કરી બેઠા હતા તે દરમ્યાન અમારી બાજુમાં રહેતા મારો ભત્રીજો સુનીલ અને દિવ્યેશભાઇ અમારા ઘરે આવ્યા અને મને તથા મારી પત્નિને અમે ચારેક વર્ષ પહેલા ઘર સળગાવવા બાબતેનો ગુનો આ લોકો વિરૂધ્ધ કરાવેલ તે ફરીયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી ગાળાગાળી કરવા લાગ્યા હતા તેમજ અમે પોલીસમાં 100 નંબર ઉપર ફોન કરતા આ સુનીલ તથા દિવ્યેશ જતા રહ્યા હતા અને 100 નંબર આવતા તેમાં બેસી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસ સ્ટેશનથી અમે પરીવાર સાથે મારા સસરા રૂડાભાઇ દેવાભાઇ મકવાણાના મકાને સાધુવાસવાણી રોડ રાજીવ આવાસ યોજનાના ક્વાટર ખાતે જતા રહ્યા હતા.બાદમાં મારા દીકરા વિશાલને સ્કુલે જવાનું હોઇ જેની બેગને યુનીફોર્મ લેવા હું તથા મારી પત્ની ચંદ્રીકાબેન તથા મારો દિકરો વિશાલ અમારા મકાને આબેડકરનગર શેરી નં-6એ આવ્યા અને પત્ની ચંદ્રીકા શેરીમાં રાખેલા વાસણ લેતા હોય ને હું ઘરમા હતો તે દરમ્યાન બહાર દેકારો રાડા રાડી કરતા હું બહાર આવી જોતા સુનીલ લોખંડનો પાઇપ લઈ તેમજ વિનુભાઇ,ચંદ્રીકાબેન,તથા સુનીલની પત્ની તથા દિવ્યેશની પત્ની કે જેઓ ધોકા લઈ મારી પત્ની સાથે ઝઘડો કરી તેની સાથે મારામારી કરતા હતા.મે તેઓને રોકવાનો પ્રયત્ન કરતા સુનીલ મારી પાછળ પાઇપ લઈ દોડેલ ને હું મારા ઘરમા ભાગતા મારી પાછળ આવી અને પાઇપ મારા પગમાં મારેલ તેમજ જમણા પગમાં મારેલ તથા શરીરે મારવા લાગ્યાને છરી કાઢી મારી દેતા મને સારવાર અર્થ એ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે મામલે તાલુકા પોલીસે યુવકની ફરિયાદ પરથી છ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.