Abtak Media Google News
  • સેન્સેક્સ 74673એ અને નિફટી 22630એ પહોંચ્યા : સોનુ એમસીએક્સ ઉપર 73600એ પહોચ્ય

Share Market :  ઉઘડતી બજારે શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ સેન્સેક્સ 74673એ અને નિફટી 22630એ પહોંચ્યા છે. તો બીજી તરફ સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ ઉપર સોનુ 73600એ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો તો NSEનો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,578.35 ના સ્તર પર ખુલ્યો છે

પ્રી-ઓપનિંગમાં બીએસઇ સેન્સેક્સ 357 પોઈન્ટના વધારા સાથે 0.48 ટકાના વધારા સાથે 774605 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈનો નિફ્ટી 67.75 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઉછાળા સાથે 22581ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.

એનએસઇ સેક્ટરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી વધુ 2.06% ની વૃદ્ધિ જોઈ રહી છે. આ સિવાય નિફ્ટી રિયલ્ટીમાં 1.26%, નિફ્ટી ઓટોમાં 0.36%, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.23% અને એફએમસીજીમાં 0.25%નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.18% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનાના ભાવે આજે સર્વોચ્ચ સપાટી વટાવી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં સોનાના ભાવમાં 2400 રૂપિયાનો વધારો થયો હતો. તો માર્ચ મહિનામાં સોનાના ભાવમાં 5700 રૂપિયાનો વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં સોનાના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે સોના બજારમાં મંદી આવી રહી છે. હાલમાં એમસીએક્સ પર પ્રથમ વખત સોનાનો ભાવ 73 હજારને પાર પહોંચ્યો છે. આજનો સોનાનો નવો ભાવ રૂ. 73, 600 પ્રતિ તોલા નોંધાયો છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ સવારમાં એમસીએક્સ પર સોનાની કિંમત વધી રહી હતી અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં જ તે નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. ઇન્ટ્રાડેમાં, એમસીએક્સ પર એપ્રિલ ગોલ્ડ કોન્ટ્રાક્ટ રૂ. 69,487 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સોનાનું સર્વોચ્ચ સ્તર છે. તે જ સમયે, જૂન કોન્ટ્રાક્ટની કિંમત વધીને 68,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

વેપારીઓની વાત કરીએ તો સોનાના ભાવમાં આવી રહેલા વધારાના કારણે સીઝનમાં પણ ઘરાકી ઓછી થતી હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં એમસીએક્સ પર પ્રથમ વખત સોનાનો ભાવ 73હજારને પાર જોવા મળ્યો છે. આજની વાત કરીએ તો સોનાનો આજનો ભાવ 73,600 રૂપિયા પ્રતિ તોલા નોંધાયો છે.

સોનાના ભાવમાં વર્તમાન વધારો આકસ્મિક નથી. હકીકતમાં, સોનું પરંપરાગત રીતે રોકાણકારોનું પ્રિય સાધન રહ્યું છે. જ્યારે અનિશ્ચિતતા વધે છે ત્યારે સોનાની માંગ વધે છે. વિશ્વભરના રોકાણકારો પીળી ધાતુને સૌથી સુરક્ષિત રોકાણ માને છે. આ કારણે જ્યારે પણ વધતા જિયોપોલિટિકલ ટેન્શન કે અન્ય કારણોસર આર્થિક પરિસ્થિતિ અનિશ્ચિત બને છે ત્યારે રોકાણકારો સોના પાછળ દોડવા લાગે છે.

યુદ્ધની આહટ સોનાના ભાવ હજુ ઉપર લઈ જશે

ભૌગોલિક રાજકીય તણાવ અત્યારે ખૂબ જ વધારે છે. પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઉકેલના કોઈ સંકેતો નથી. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના સંકેતોથી પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે. ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ત્રણ ઘટાડાનો સંકેત આપ્યો છે. ઓછા વ્યાજદરને કારણે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થાય છે, જેના કારણે રોકાણકારો વિકલ્પો શોધવાનું શરૂ કરે છે. જેમાં વધારે ફાયદો સોનાને થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.