Abtak Media Google News

Ipoint Logo For Header 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૧૧૫૯.૬૨ સામે ૩૧૧૯૫.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૪૭૪.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૩.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૦૫૮૫.૭૪ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૦૮૬.૭૦ સામે ૯૦૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૯૦૩.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૯૪૮.૧૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૫૮૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૮૦૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૬૨૨ ના નીચા મથાળે નોંધાવી ૪૫૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૫૭૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૩૫૮૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૮૧૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૫૫૧ ના નીચા મથાળે નોંધાવી ૨૬૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૩૭૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. કોરોનાના કહેર વચ્ચે અને ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો, ફાઇનાન્સિયલ, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. તો સાથે સાથે ફાર્મા અને મેટલ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ શેરના દબાણને કારણે બેન્ક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, ક્રૂડઓઇલમાં ઉત્પાદન કાપ મૂકવા સંદર્ભમાં રશિયા તથા ઓપેક વચ્ચેની બેઠક બાદ તેલ ઉત્પાદક દેશોમાં ઉત્પાદન ઘટાડવાને લઈને ઐતિહાસિક સહમતિ થઈ છે. ક્રૂડઓઇલના ઘટતા ભાવોને રોકવા માટે ૧ મેથી દરરોજ અંદાજીત ૯૭ લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેક્સિકોએ પણ એક મિલિયન બેરલ પર કાપ મુકવા સંમતિ થઈ હતી. આ સાથે જ સોનાના ભાવમાં પણ ઉછાળો જોવાયો હતો. ફેડ તરફથી આર્થિક રાહતની ઘોષણા બાદ સોનામાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૭ વર્ષની ઉંચાઈ પર છે અને સપ્તાહના અંતે આવેલી તેજીની અસરરૂપે ઘરઆંગણે સોનાચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા ત્યારે આગામી દિવસોમાં પણ નવી ઊચી સપાટી જોવા તેવી શકયતા છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૬ અને વધનારની સંખ્યા ૭૪૮ રહી હતી. ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોના મહામારીએ વિશ્વને સતત ભરડામાં લેતા હવે ભારતમાં ચિંતાજનક રીતે સંક્રમણ વધી રોજબરોજ હજારો પોઝિટીવ કેસોનો ઉમેરો થઈ રહ્યો હોઈ ૨૧ દિવસના દેશભરમાં લોકડાઉનને વધુ લંબાવવું અનિવાર્ય બની ગયું હોઈ વડાપ્રધાનની વિવિધ રાજયોનો મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ પૂર્વે જ પંજાબ અને ઓડિસા દ્વારા લોકડાઉન એપ્રિલના અંત સુધી લંબાવવામાં આવ્યો છે, ત્યારે હવે દેશના અન્ય રાજ્યો સહિત દેશભરમાં લોકડાઉન લંબાવવાનું વડાપ્રધાન દ્વારા જાહેર થવાની માત્ર ઔપચારિકતા જ બાકી હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર પર આવી પડેલા આ સંકટને લઈ ભારત ઘેરાઈ રહ્યું હોઈ આગામી સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં અફડા- તફડીની પૂરી શકયતા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • હીરો મોટોકોર્પ ( ૧૯૧૬ ) :- રૂ.૧૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૭૦ ના બીજા સપોર્ટથી 2/3 વ્હીલર્સ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લાર્સેન લિમિટેડ ( ૮૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ફોસિસ ( ૬૩૦ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૩૧૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૯ થી રૂ.૩૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.