Abtak Media Google News

રાજકોટથી અમદાવાદ જતા મુસાફરો લોકલ ટિકિટ લઈ સ્લીપર કોચમાં ચડી જાય છે ટીટીને ૫૦ રૂપીયામાં એડજસ્ટ કરી લેવાય છે

રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા રેલવેની વિભાગીય સલાહકાર સમિતિની એક બેઠક કોઠી કંપાઉન્ડ ખાતે મળી હતી જેમાં ડીઆરએમ પ્રભાકર સહિત સલાહકારસમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સલાહકાર સમિતિનાં સભ્ય હરિકૃષ્ણ જોષીએ જણાવ્યું હતુ કે વેરાવળથી અમદાવાદ જતી ટ્રેનોમાં ટીટીઈ અને ટીએનસીઆર અને કોચ કંડકટર જેવો વર્કિંગ સ્ટાફ ભાવનગર ડીવીઝનનો હોય જે રાજકોટથી અમદાવાદ જતી ટ્રેનના મુસાફરોને લોકલ ટીકીટ લઈને સ્લીપર કોચમાં ચડી જાય છે. અને ૫૦ ‚પીયા ટીટીને આપી અમદાવાદ ઉતરી જાય છે. અને તેવી જ રીતે એરકંડીશનમાં ૨૦૦ ‚પીયા આપી અમદાવાદ ઉતરી જાય છે. જેની કોઈ પહોચ ટીટીઈ કે ટીએનસીઆર દ્વારા આપવામાં આવતી નથી આવું કલેકશન કટકી સ્વ‚પે જેતે કર્મચારીના ખીસ્સામાં જાય છે.ટીકીટ ચેકીંગ સ્કોડ દ્વારા આ કામગીરી સોંપવામાં આવે તો રાજકોટ રેલવે ડીવીઝનની આવકમાં વધારો થઈ શકે તેમ છે. ઉપરાંત ટ્રેન નં. ૧૯૨૧૭ સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસજે બ્રાંદ્રાથી જામનગર જતી હોય તેમાં પાલઘર અને દહાણુ રોડ પર સ્ટોપેજ રદ કરવા માંગ કરી હતી.ઓખા વેરાવળથી મુંબઈ જતો સૌરાષ્ટ્રમેલ ટ્રેન નં. ૨૨૯૪૬માં વહેલી સવારે પાલઘર સ્ટોપ રદ કરવો જોઈએ જયાં લોકલ પેસેન્જરો સ્લીપર કલાસમાં ચડી પેસેન્જરો સામે દાદાગીરી કરી તેની સીટમાં બેસી જાય છે. ટ્રેન નં. ૫૯૫૦૩ ઓખા વિરમગામ પેસેન્જર ટ્રેન સવારે નિયમિત રીતે અનિયમીત દોડે છે. અને ટ્રેન નં. ૫૯૨૧૨ પોરબંદર રાજકોટ પોરબંદર ફાસ્ટ પેસેન્જર સમયસર ન હોવાથી જામનગર તરફના રેલ મુસાફરોને સોમનાથથી જબલપૂર ટ્રેન મળી શકતી નથી. રાજકોટ ડીવીઝનની પેસેન્જર આવક ગત વર્ષ કરતા ૨૫% ઓછી જોવા મળે છે.રાજકોટથી અમદાવાદ અને મુંબઈમાં લોકલ પેસેન્જરોનાં ત્રાંસથી ખાસ કરીને આવા વર્કિંગ સ્ટાફના ટેકનીકલ પ્રશ્ર્નોનાં પરિણામે આ આવકમાં ઘટાડો જોવા મળે છે. ડબલ ટ્રેક અંગે માહિતી આપતા એક પ્રશ્ર્નના જવાબમાં સીની. ડી.એમ.ઈ. એ. જણાવ્યું કે દલડીથી રાજકોટનાં સેક્ધડ ફેઈસનું ટેન્ડરીંગ પ્રોસેસમાં છે. પરિણામે ડબલ ટ્રેકનું કામ મહિને ૯ કીમી થઈ શકે છે. તેમ હરિકૃષ્ણ જોષીએ જણાવ્યું હતુ.આ મીટીંગમાં અધિકારીઓ સીની. ડીઓએમ અભીનવ જેફ સીની. ડીઈઈ ધીરજકુમાર આસી. કોર્મશિયલ મેનેજર આર.કે. પૂરોહિત અને નિલમબેન ચૌહાણ, સીની. ડીએમઈ અંશુમાલીકુમાર, સીની. ડીઈએન.કે.એસ. ચૌહાણ સીની. ડીએસટી આર. ટી. ચાંદેકર, ડીએસસી એસ.પી. વર્મા અને અંતમાં આભાર વિધિ એ.ડીઆરએમ સત્યવીરસિંહ યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.