Abtak Media Google News

ગતરોજ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યુ હતું. 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડતાં ઠેર ઠેર વિનાશ સર્જાયો. તો દક્ષિણની અસર ગુજરાત સુધી થઈ હતી. ત્યારે હાલ પૂરતું ગુજરાતના માથા પરથી વાદળો હટી ગયા છે. પરંતુ આ સંકટ હજી ટળ્યુ નથી. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ દસ્તક આપશે. આગાહીકાર અંબાલાલ પટેલે 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે.

Advertisement

દિવસે વાતાવરણ સૂકું રહેવાની આગાહી: ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી પટકાશે: પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. તો બીજી તરફ, આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે.

આજથી હજી વધુ બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મોચેઇંગ વાવાઝોડા ના કારણે ગુજરાતમાં બે દિવસ ઠંડીનો પારો ગાગડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પાંચ સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની આગાહી નથી. માત્ર દાહોદ, મહીસાગર, પંચમહાલ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.ગુજરાતભરમાં હાલ ઠંડીએ જમાવટ કરી છે. સુરતમાં ધીમેધીમે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સુરતમાં રાત્રીનો પારો 1 ડિગ્રી ઘટીને 20, 7 ડિગ્રી પર પહોંચ્યો છે. રાત્રિનું તાપમાન ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે. સુરતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. શહેરમાં હજુ બે દિવસ આંશિક વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે.

હાડ થીજાવતી ઠંડી પડશે: રાજકોટનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું

હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.