Abtak Media Google News
આજે આરોગ્ય મંત્રી સાથે મહત્વની બેઠક બાદ નિર્ણય લેવાશે

અબતક,રાજકોટ

કોરોના મહામારીમાં જીવન જોખમે દર્દીઓની સારવાર કરનાર તબીબોને પોતાના પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે હડતાલનો માર્ગ અપનાવો પડ્યો છે.સરકાર દ્વારા ખેંચેલા લાભોને પરત આપવા સરકારે વાયદો કર્યો હતો પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ ન મળ્યા તબીબોએ આજથી સંપૂર્ણ હડતાલ પાડવાનું જણાવ્યું હતું પરંતુ સરકાર સાથે વાતચીત થતા તબીબોએ હડતાલ 24 કલાક માટે મોકૂફ રાખી છે અને આજે 11 વાગ્યે આરોગ્ય મંત્રી સાથે મહત્વની બેઠક કરવામાં આવશે ત્યાર બાદ આગળની પ્રતિક્રિયા તબીબો જણાવશે તેવું જાણવા મળ્યું છે.

તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ 12 ડિસેમ્બરના હડતાલ પાડવામાં આવી હતી.જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી હતી.રાજકોટ સિવિલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.જેમાં તેમના દ્વારા આજ રોજ પીડીયું કોલેજ પોર્ચ થી રેલી કાઢી તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને અનેક રીતે વિરિદ્ધ પ્રદર્સન કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ત્યારે સરકાર સાથે વાતચીત થતા ત્યારે તબીબો દ્વારા હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને સરકારે માંગણી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું પરંતુ સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નહિ આવતા તબીબોએ ફરી હડતાલનો માર્ગ અપનાવો પડ્યો છે.પરંતુ આજે આરોગ્ય મંત્રી સાથે બેઠક યોજવામાં આવી હોવાથી હડતાલ 24 કલાક માટે મોકૂફ રાખવામાં આવી છે.

તબીબોની મુખ્ય માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.