Abtak Media Google News

લાઈટીંગ પોલ, સાઈનીંગ બોર્ડ, કેબિન, કોટા, પતરા અને લોખંડના એન્ગલ સહિતના દબાણો હટાવાયા

કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં નાનામવા રોડ પર વન-ડે, વન વોર્ડ અંતર્ગત ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૩૧ સ્થળોએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો હતોDsc 3594 શહેરના નાનામવા રોડ પર આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં રાધે ફાર્માસી, કિચન ગેલેરી, શ્રીરામ ઈન્પેકસ, ન્યુ રાજ ફેશન, બેન્નાતી સીરામીક, આઝા ફેબ્રીકેશન, ઓર્ગેનીકા, આરોગ્યમ હોસ્પિટલ, આકાશ કોમ્પ્લેક્ષ, રાજ કોમ્પ્લેક્ષ, ચામુંડા ટી સ્ટોલ, જય સીયારામ ટી, કેડીલા, ગાયત્રી બેગ હાઉસ, મોજીનીસ કેક, નકલંક ટી સ્ટોલ, ડિલકસ પાન, શ્રી દ્વારકાધીશ ડેરી, શ્રીનાથજી ટ્રેડર્સ, આકાશ પ્લાયવુડ, બીનાકા ડાઈનીંગ હોલ, માધવ હોસ્પિટલ, શિવ મોબાઈલ, ડિલકસ પાન, જાનવી હેર આર્ટ, વૃંદાવન પાન, બજરંગ શિવ ટ્રેડર્સ, હેવમોર આઈસ્ક્રીમ અને સેફાયર બિલ્ડીંગ સહિત કુલ ૩૧ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા લાઈટીંગ પોલ, સાઈન બોર્ડ, કેબીન, ઓટા, પતરા અને લોખંડના એન્ગલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.Dsc 3627એસ્ટેટ શાખા દ્વારા આજે નાનામવા રોડ, રાજનગર ચોક, નાનામવા સર્કલ, દેવનાગર વોકર્સ ઝોન વિગેરે સ્ળોએથી દબાણરૂપ માલસામાન તથા રેંકડી કેબીન જેવો સામાન જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી. ઉપરાંત જુદા જુદા આસામીઓ પાસેથી રૂ. ૨૦,૦૦૦/- જેવો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ હતો. એક રેંકડી, એક કેબીન, ગેસના સ્ટેન્ડીંગ ચુલા બે નંગ, તવા પ્લેટ બે નંગ, પ્લાસ્ટિક ટૂલ્સ બે નંગ, ચાની પંખી એક, લોખંડનુ કાઉન્ટર એક તથા લોખંડનું ટેબલ, પ્લાસ્ટિક બોક્સ એક, પ્લાસ્ટિક કેરેટ ત્રણ નંગ તથા પ્લાસ્ટિક કેરબો એક કબજે લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.