Abtak Media Google News

દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી

Delhi Earthquick

Advertisement

નેશનલ ન્યૂઝ 

દિલ્હીની ધારા બપોરના સમયે ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા વધુ હોય લોકો ભયભીત યથાયા હતા. મંગળવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની ઊંડાઈ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતી. લગભગ એક મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઇમારતો હચમચી ઉઠી હતી. દિલ્હી-NCR ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના મોટા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરી તો ગયા હતા પરંતુ સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી.

ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.