Abtak Media Google News

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મપાઈ હતી. જોકે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાન માલનું  નુકસાન થયું નથી .

મંગળવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા 

મંગળવારે બપોરે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ સમયે પણ ઉત્તરકાશીમાં ધરાં ધ્રૂજી હતી. ત્યારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી. ત્યારે ભૂકંપ રાજધાની દહેરાદૂન સહિત શ્રીનગર, ઉત્તરકાશી, ટિહરી અને કુમાઉ મંડલમાં અનુભવાયો હતો. તે સમયે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નેપાળમાં હતું.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.