Abtak Media Google News

 સિદસરના ઉમિયા માતાજી મંદિરે સૌરાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાઓ માટે યોજયો સેમિનાર 

 સારામાં સારૂ શિક્ષણએ દરેક બાળકનો અધિકાર: કિરણ પટેલ 

 ઈશ્વરીયમાં  આકાર લેતા શૈક્ષણિક પ્રોજેકટ અંગે માહિતી આપતા જયેશ પટેલ 

વિદ્યાર્થીઓને પુસ્તકીયા જ્ઞાન કરતા વ્યવહારૂ શિક્ષણ આપવાની વધુ જરૂર છે તેમ ઉમીયા માતાજી મંદિર સીદસર દ્વારા સૌરાષ્ટ્રની 32 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ માટે યોજાયેલા શૈક્ષણિક સંસ્થાઓ માટે યોજાયેલા શૈક્ષણિક પરિસંવાદમાં જણાવ્યું હતું.

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા તા. 7ના રોજ એજયુકેશનલ સેમીનારનું આયોજના કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની 3ર જેટલી શૈક્ષણિક સંસ્થાઓ માટે યોજાયેલ આ સેમિનારમાં  કેળવણીકાર કિરણભાઇ પટેલ, ગીજુભાઈ ભરાડ, વલ્લભભાઇ ભેંસદડીયા, ચેતનાબેન વ્યાસે ઉપસ્થિત રહી આ અંગે આપી હતી. અને આવનારા દિવસોમાં શૈક્ષણિક પધ્ધતી, નવી શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સર્વાગી દિશામાં સંસ્થા અને સમાજની ભૂમિકા શુ હોઇ શકે તે દિશામાં શિક્ષણવિદોએ પરામર્શ કર્યો હતો. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા રાજકોટ સ્થિત ફીલ્ડ માર્શલ- ગોવાણી ક્ધયા છાત્રાલય ખાતે યોજાયેલ આ શૈક્ષણિક સેમીનારમાં છાત્રાલયની દિકરીઓ દ્વારા મહેમાનોના હાથમાં દિપ આપીને વેદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમની શરૂઆત કરી ઉપસ્થિત મહેમાનોનું સુતરની આંટી રૂપે સંસ્કૃતીક પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ઉમિયાધામ સિદસર દ્વારા યોજાયેલ આ સેમિનારમાં નેશનલ એજયુકેશન પોલીસીગુજરાતના સભ્ય અને શિક્ષણવિદ વલ્લભભાઇ ભેંસદડીયાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2021 ને પ્રેજન્ટેશના દ્વારા રજુ કરી એ અંગે માહીતી આપતા જણાવ્યુ હતુ કે ગુણવતાયુકત, સર્વવ્યાપી શિક્ષણ થકી સમાજ વિકાસ સાથે રાષ્ટ્રનો વિકાસ થાય સમાજીક ન્યાય સાથે સમાનતા, વેજ્ઞાનીક પ્રગતિ સાથે ચારીત્રય નિર્માણ, સંસ્કૃતી સંરક્ષણ, બાળકોની સર્જનાત્મકતા ખીલે, સારી ગુણવતાનું શિક્ષણ, વિષયોની પસંદગીનો ખુલ્લો અવકાશ મળે, શ્રમનું ગોરવ વધે તેમજ નર્સરી, પ્રિ સ્કૂલ જેવી પ્રારંભીક તબકકાની કેળવણી માતૃભાષામાં મળે તેમજ પ્રાથમિક,

ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણીક માળખા અંગે તાલીમી ફેરફારની વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદ્યાર્થીને પુસ્તકીયા જ્ઞાન કરતા વ્યવહારૂ શિક્ષણ આપવાની વાત તેઓએ કરી હતી. નેશનલ એજયુકેશન પોલીસી- ગુજરાતના સભ્ય ચેતનાબેન વ્યાસે આવનારા સમયમાં બાળકના સર્વાગી વિકાસ પર ભાર મુકી નવી શિક્ષણ નીતિમાં કયા કયા મુદાઓનો સમાવેશ ગુજરાત સરકાર કરશે એ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

નેશનલ એજયુકેશન પોલીસી- ગુજરાતના સભ્ય અને જાણીતા કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડે ટેકનોલોજીને મહત્વ આપી સમગ્ર સમાજ અને રાષ્ટ્રની ભવિષ્યની શિક્ષણ નીતીને ઉજાગર કરવા બાળની સ્કીલ ડેવલોપ કરવાના નવા આયોમો વિશે વિચારવાની નેમ વ્યકત કરતા જણાવ્યું હતું કે આપણા દેશમાં સારા વૈજ્ઞાનીકો તથા સાહીત્કારોની અછત માટે જવાબદાર આપણી શિક્ષણ નીતિ છે. બિન જરૂરી અભ્યાસક્રમને ધટાડવાની વાત તેઓએ કરી હતી. નવી શિક્ષણ નીતીઓ અંગે ચર્ચા કરવી પરંતુ તેમાં ફેરફાર કરવો એ ખૂબ કપરી કામગીરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે સમાજના શૈક્ષણિક માળખામાં મુળ આંગણવાડી કે પ્રિ પ્રાયમરી માળખામાં સુધારો કરી શિક્ષણની પાયાની ભૂમીકામાં ફેરફાર અંગે વિચારવાનો સમય આવી ગયો છે. તેઓએ 108 કૌશલ્યો માટે મોટુ પુસ્તક પણ લખ્યું છે.

રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા ટીજીઇએસ ગૃપના કિરણભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ટેકનોલોજી નો ઉપયોગ કરી સારામાં સારૂ શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે. તે શિક્ષણને બાળક સુધી પહોંચતું કરવું એ સમાજની ફરજ છે.

ઉમિયા માતાજી મંદિર સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં સેમિનારનો હેતુ જણાવી આજની શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારો તથા ખામીઓ-ખૂબીઓ વિશે મંથન કરી ઉમિયા પરિવારના બાળકોનું ભવિષ્ય વધુ તેજસ્વી બને તે માટે શિક્ષણવિદોની સલાહ અને માર્ગદર્શન દ્વારા એક નવી વ્યવસ્થા ઉભી કરી શકાય તે વાત પર ભાર મુકયો હતો. આકાર લઇ રહેલા શૈક્ષણિક પ્રોજેકટ અંગે માહીતી આપતા જણાવ્યું હતુ કે સમાજના દાતાઓના દાન, વહીવટી અધિકારીઓની વહીવટી કુશળતા, શિક્ષણવિદોના શિક્ષણ અનુભવોના નિચોડનો સરવાળો કરી શિક્ષણ ક્ષેત્રે પરીવર્તનના લાબાં ગાળાના લક્ષ્યાંકો સિધ્ધ કરવાની નેમ વ્યકત કરી હતી.  સિદસર ખાતે વિજાપુર વિદ્યાસંકુલની કાયાપલટ કરનાર અસ્વિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લાગણીનો એક સેતુ બંધાય તો કોઇ કોચિંગ કે કલાસની જરૂર રહેતી નથી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. જયેશભાઇ વાછાણીએ કર્યુ હતુ.

રાજકોટ સ્થિત ફીલ્ડ માર્શલ- ગોવાણી ક્ધયા છાત્રાલય ખાતે યોજાનારા આ શૈક્ષણિક સેમીનારમાં અંતે જૂનાગઢના કેળવણીકાર મો.લા. પટેલને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતુ. તેમ મીડિયા ઇન્ચાર્જ રજની ગોલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.