Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતો એકસટર્નલ અભ્યાસક્રમ અને ડિગ્રી ધારાધોરણ મુજબ માન્યતા મેળવેલ છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ આજરોજ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત રાજય સરકાર હસ્તકની ગુજરાતની સૌપ્રથમ નેક દ્વારા એ ગ્રેડ મેળવેલ સ્ટેટ ક્ધવેશનલ યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાકાળથી જ એક્ષટર્નલ અભ્યાસક્રમો ચાલે છે અને આ યુનિવર્સિટી યુ.જી.સી.ની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેન્દ્ર સરકારનાં એમ.એચ.આર.ડી અને યુજીસી સમયાંતરે સુચવવામાં આવેલ સુધારા-વધારાનો તુરત અમલ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ષટર્નલ અભ્યાસક્રમ માટેનો એક અલગ વિભાગ કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ષટર્નલની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર, મીલીટરી, કેન્દ્ર સરકારની કચેરીઓ તથા ગુજરાત બહારનાં રાજયોમાં પણ આ ડિગ્રીનાં આધારે નોકરીઓ મેળવેલ છે. તેમજ માસ્ટર્સ, એમ.ફીલ, પીએચડી તથા અન્ય ઉચ્ચ અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ ગુજરાત, ભારત તથા વિશ્ર્વનાં અનેક દેશોમાં આ ડિગ્રીનાં આધારે પ્રવેશ મેળવી પોતાનો આગળનો અભ્યાસ કરે છે. ભારત સિવાયનાં અન્ય દેશોમાં પણ આપણી યુનિવર્સિટીમાંથી એક્ષટર્નલમાં અભ્યાસ કરીને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓએ નોકરી પણ મેળવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ષટર્નલમાં અભયાસ કરતા વિદ્યાર્થીઓ તથા એક્ષટર્નલમાં અભ્યાસ કરીને ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓએ તેમની ડિગ્રી અમાન્ય થશે તેવું માનવાનું કોઈ કારણ જ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ષટર્નલની ડિગ્રીએ યુજીસી માન્યતા પ્રાપ્ત ડિગ્રી છે. વિદ્યાર્થીઓને ભયમુકત રહેવાનો સંદેશો કુલપતિ-ઉપકુલપતિએ પાઠવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.