Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાશે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન: દેશભરના 500 તરવૈયા કૌવત બતાવશે

રાજકોટના આંગણે આગામી 24 થી 26 જૂન દરમિયાન સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની 28મી સબ જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશીપ યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે. આ સ્વીમીંગ સ્પર્ધામાં દેશભરમાંથી આશરે 500થી વધુ તરવૈયાઓ પોતાનું કૌવત રજૂ કરશે.

રાજકોટમાં આગામી 24 થી 26 જૂન દરમિયાન શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની 38મી સબ જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પીયનશીપ-2022 યોજાશે. જેમાં સ્વીમીંગ તેમજ ડાઇવીંગની સ્પર્ધા માટે દેશના તમામ રાજ્યમાંથી અંદાજે 500 જેટલા ભાઇઓ-બહેનો ભાગ લેવા આવવાના છે. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન 24મીએ સાંજે 4.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે.

આ સ્પર્ધાના ચેરમેન તરીકે અગ્રણી ઉદ્યોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડ.એશોસિએશનનાં ચેરમેન અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ ટીલારા અને કો.ચેરમેન તરીકે ફાલ્કન ગ્રુપના ડાયરેક્ટર કમલનયન સોજીત્રાની વરણી કરવામાં આવેલ છે.

આ અંગે રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એશોસિએશનના પ્રમુખ ઉમેશ રાજ્યગુરૂ અને સેક્રેટરી બંકિમ જોષીએ જણાવાયું હતું કે કોરોનાના કપરા સમય ગાળામાં સ્વીમીંગ અને અન્ય રમતો બંધ હતી ત્યારે આ સ્પર્ધા 3 વર્ષ પછી કરવામાં આવે છે. આ સ્પર્ધાની શરૂઆત રાજકોટથી થતા રાજકોટ એમ સમગ્ર ગુજરાતના સ્વીમરમાં અનેરો આનંદ જોવા મળે છે.

આ સ્વીમીંગ સ્પર્ધાની સફળ આયોજન માટે ફીના વાઇસ પ્રેસિડેન્ટ વિરેન્દ્રભાઇ નાણાવટી, સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મોનલભાઇ ચોક્સી ઇન્ટરનેશનલ વોટર પોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઇ નાણાવટી, જીનીયસ એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર ડી.વી.મહેતાના માર્ગદર્શન હેઠળ એશોસિએશનના ઉપપ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હાપાણી, નીરજભાઇ દોશી, જયશ્રીબેન ભગવતીબેન જોષી, શીતલબેન હાપાણી, સાગર કક્કડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી, દિવ્યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત કિયાળા, અમિત સાકરિયા, અમિત સોરઠીયા, નિલેશભાઇ રાજ્યગુરૂ, નિમિષ ભારદ્વાજ જણાવવામાં આવ્યું હતું કે આ સ્વીમીંગ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 450થી વધારે સ્પર્ધકો ભાગ લેશે તથા જુદીજુદી સ્વીમીંગની સ્ટાઇલ જેમ કે ફ્રી સ્ટાઇલ, બટરફ્લાય, બેક સ્ટોક, આમ ચાર સ્ટાઇલમાં સ્પર્ધકો એમનું કોવત દેખાડશે.

આ સ્પર્ધામાં ડાઇવીંગ હરીફાઇ પણ સામેલ છે. જેમાં સમગ્ર ભારતમાંથી ખૂબ સારા ડાઇવીંગ ખેલાડીઓ પોતાની અદ્ભૂત ડાઇવીંગ કરી દર્શકો અને ખેલાડીને રોમાચિંત કરશે. જેમાં 1 મીટરથી 10 મીટરની ઉચાયથી અલગ-અલગ ડાઇવીંગ કરશે. જે કમિટિઓમાં તે વિષયને લગતા નિષ્ણાંતોની નિમણૂંક આપવામાં આવેલ છે. જેમાં ડો.વિજય મહેતા, હિરેનભાઇ ગોસ્વામી, સંજયભાઇ વઘાશિયા, ચિરાગ સંઘવી, હિરવા ભારદ્વાજ, પાયલ કાચા, મેત્રી જોષી, વિશવા પરમાર, કેયુર રાજ્યગુરૂ, અશોકભાઇ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, દર્શન જોષી, મૌલિક કોટીચા, હનીબેન જોબનપુત્રા, જય પરમાર, ધેય્વત રામાણી, અલ્કાબેન ચાવડા, હરેશભાઇ ગોસ્વામી, અશોકભાઇ મઢવી, હિતેશભાઇ ટાંક, જીગર ઠક્કર, દુષ્યંતભાઇ જોશી, સલીમ મકરાણી, ઋષભભાઇ વ્યાસ, કાજલબેન ટાંક સ્વીમીંગ ખેલાડીઓ વગેરે લોકો આ સ્પર્ધાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ રમેશભાઇ ટીલારાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.