Abtak Media Google News

જન આરોગ્ય માટે અતિ જોખમી એવા બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ મીની ટીપરવાનમાં કરવા સબબ સામાકાંઠા વિસ્તારમાં કોઠારીયા રોડ પર આવેલી એ.જે.હોસ્પિટલના ડો.વિક્રમભાઈ રાણપરાને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલી કે.જે.હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ મીની ટીપરમાં નાખવામાં આવતો હોવાની જાણ ટીપરના ડ્રાઈવર તથા કલીનર દ્વારા વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરને કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે વોર્ડના એસ.એસ.આઈએ હોસ્પિટલના સ્ટાફને મેડીકલ વેસ્ટનો નિકાલ મીની ટીપરમાં કરતા રંગેહાથે ઝડપી લીધા હતા અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ કરવા સબબ કે.જે.હોસ્પિટલના ડો.વિક્રમ રાણપરાને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આ કામગીરી પૂર્વ ઝોનના નાયબ મ્યુનિ.કમિશનર અરુણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, વિલાસ ચીકાણી અને વોર્ડના એસએસઆઈ એ.એફ.પઠાણ તથા બી.જે.સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.