Abtak Media Google News

વીટ બ્રેક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે ત્યારે તેના બદલે બ્રાઉનબ્રેડ ખાવા તરફ વળ્યા છે. તો આ બ્રાઉન બ્રેડને ઘરે જાતે બનાવો તો આવો જાણીએ ઘરે બ્રાઉન બ્રેક બનાવવી…..

સામગ્રી :-

  • ૫૦૦ ગ્રામ આખા ઘઉનો લોટ
  • ૫૦૦ ગ્રામ શુધ્ધ લોટ
  • ૨૦૦ ગ્રામ ઘઉનું જીલુ
  • ૧૦ ગ્રામ બ્રેડ ઇમ્યુવર
  • ૨૦ ગ્રામ ગ્લુટેન
  • ૪૦ ગ્રામ ખાંડ
  • ૩૦ ગ્રામ પીસ્ટ
  • ૨૦ ગ્રામ મીઠુ
  • ૪૫૦-૫૦૦ ગ્રામ ચીલ્ડ વોટર

બ્રાઉન બ્રેડ બનાવવાની રીત :

સૌ પ્રથમ બંને લોટને મોટા બાઉલમાં મીક્સ કરો ત્યાર બાદ તેમાં ઘઉનું જીલુ, બ્રેડ ઇમ્યુવર ગ્લુટેન, ખાંડ અને મીઠુ ઉમેરી મીક્સ કરો..પછી આ મીક્સ કરેલા લોટની વચ્ચે ખાડો કરી તેમાં ચીલ્ડ પાણીના લોટ બાંધવાનું શ‚ કરો અને સુવાળો લોટ બંધાય તે રીતે પાણી ઉમેરાતા જાવ. પછી તે લોટને ૬-૮ મીનીટ સુધી સારી રીતે મસળવો હાથમાં લગાડવો. આટલુ કર્યા બાદ બાઉલમા લોટને ૩૦-૪૫ મીનીટ ઢાંકી રાખવો. અને લોટ ફુલાઇને બમણો થાય ત્યાં સુધી રાખી બોલ શેપનો બનાવવો બ્રેડ મોલ્ડમાં ઘી અથવા તેલ લગાડી તેમાં લોટ રાખવો અને આંગળીથી દબાવી મોલ્ડના આકારનો કરવો અને તેની ઉપર કપડું ઢાંકી ‚મ ટેમ્પટેચરમાં સેટ અથવા માટે અને ૧ કલાક ૪૫ મીનીટ રાખવો અને પછી બ્રેડ મોલ્ડને પ્રી હીટ પર ગરમ કરેલાં ઓવનમાં ૧૮૦ c પર ૧ કલાક ૪૫ મીનીટ સુધી રાખવું.

ત્યાર બાદ તેને બહાર લઇ ઠંડુ થવા દેવું અને તેની સ્લાઇઝ કરી ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન બ્રેડની મજા માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.