Abtak Media Google News
  • શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે જેની રેન્જ 6 કિમી ની છે

ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ મજબૂત બની રહ્યું છે ત્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા ફરી એક વખત સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભર્યું છે જેમાં ખૂબ ઓછી રેંજ વાળી એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફર પરીક્ષણ કર્યું છે. આ સફળતા બાદ ભારતનું સંરક્ષણ વિભાગ ખૂબ મજબૂત બનશે અને દુશ્મનોને ઝેર કરવા માટે મહત્વનું સાબિત થશે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ ફરી એકવાર વિશ્વ સમક્ષ ભારતની તાકાત સાબિત કરી છે. ડી.આર. ડી.ઓએ ચાંદીપુર, ઓડિશાથી ખૂબ જ ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણો 28 અને 29 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, ગ્રાઉન્ડ બેઝ્ડ પોર્ટેબલ લોન્ચર્સથી બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પરીક્ષણ ફ્લાઇટ્સ મિશનના ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે અને મિસાઇલો દ્વારા અટકાવવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મિસાઈલ ડ્યુઅલ થ્રસ્ટ સોલિડ મોટર દ્વારા સંચાલિત છે અને તેનો ઉદ્દેશ્ય ઓછી ઉંચાઈવાળા હવાના જોખમોને અટકાવવાનો અને તેનો નાશ કરવાનો છે.

શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે, જે આર.સી.આઇ  દ્વારા અન્ય ડી.આર. ડી.ઓ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. આ મિસાઈલમાં શોર્ટ રિએક્શન કંટ્રોલ સિસ્ટમ અને ઈન્ટિગ્રેટેડ એવિઓનિક્સ સહિત અનેક નવીન તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ટ્રાયલ દરમિયાન સફળતાપૂર્વક સાબિત થઈ હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણમાં સામેલ ડી.આર. ડી.ઓ અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ નવી મિસાઈલ સશસ્ત્ર દળોને મજબૂત કરશે અને આપણી તાકાતમાં પણ વધારો કરશે. તમને જણાવી દઈએ કે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે, જેને સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.