રૈયા ગામમાં બિમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

કેન્સરની બિમારી વધી જતા પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોક

શહેરના રૈયા ગામ વિસ્તારમાં આલાપ ગ્રીન સીટી પાછળ રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ આલાપ ગ્રીન સીટી પાછળ જેજ. પાર્ક-3 માં રહેતા કાજલબેન નરેન્દ્રભાઇ ચાવડા નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં ચૂંદડી વડે છતના હુકમાં લટકાઇ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.આ અંગે મૃતક કાજલબેન ચાવડાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓને બે વર્ષ પહેલા કેન્સરની બીમારી ડીટેકટ થઇ હતી ત્યાર બાદ બીમારી વધી જતા તેનાથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું છે.