કોમનવેલ્થનો રંગારંગ પ્રારંભ: 213 ખેલાડીઓ ઉપર દેશવાસીઓની મીટ

  ઇંગ્લેન્ડ ખાતે ઉદઘાટન સમારોહની ઇવેન્ટમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ ભારતના ધ્વજવાહક બન્યા

કોમનવેલ્થ ગેમ્સ 2022નો રંગારંગ પ્રારંભ થયો છે. 8 ઓગસ્ટ સુધી યોજાનારા કોમનવેલ્થમાં લગભગ 72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 213 જેટલા ભારતીય રમતવીરો પણ પોતાનું કૌવત દાખવવા સજ્જ બન્યા છે.

ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નો જાજરમાન ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પ્રિન્સ ચાર્લ્સે મહારાણી એલિઝાબેથનો સંદેશ વાંચ્યો અને રમતોની શરૂઆતની જાહેરાત કરી હતી.  આ રંગારંગ કાર્યક્રમમાં 30 હજાર જેટલા દર્શકોની હાજરી હતી.  હવે 11 દિવસ સુધી દુનિયાના 72 દેશોના 5 હજારથી વધુ એથ્લેટ પોતાનું કૌશલ્ય બતાવતા જોવા મળશે.

રમતગમતના આ મહાકુંભમાં ભારતના 213 ખેલાડીઓ 16 રમતોમાં ભાગ લેશે.  ભારત આ રમતમાં 18મી વખત ભાગ લઈ રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ જ્યારે પરેડમાં ભાગ લીધો ત્યારે તરત જ આખું સ્ટેડિયમ નારાથી ગુંજી ઉઠ્યું હતું.  દર્શકોએ ભારતીય ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું. ઓપનિંગ સેરેમનીમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતના ધ્વજવાહક બન્યા હતા. નીરજ ચોપરાની ઈજાના કારણે પીવી સિંધુ ફ્લેગ બેરર બની હતી.  સિંધુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે.  તેણે 2016 રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અનેક વખત સારું પ્રદર્શન કર્યું હતું અને ટોપ-3માં પણ સ્થાન મેળવ્યું છે.આવી સ્થિતિમાં આ વખતે પણ ભારતને ત્યાં ઈતિહાસ રચવાની આશા છે. નીરજ ચોપડા અને મેરીકોમની ગેરહાજરીમાં આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પી.વી.સિન્ધુ, મીરાબાઈ ચાનૂ, રવિ દહિયા, નિકહત જરીન, મનિકા બત્રા સહિત અન્ય રમતવીરો પાસે ગોલ્ડ મેડલની આશા છે.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ’તમામ દેશવાસીઓ વતી હું કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડીને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે આપણા ખેલાડીઓ તેમના શાનદાર પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવશે.

ગત કોમનવેલ્થમાં ભારતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ જીત્યા હતા

છેલ્લી વખત જ્યારે 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. ત્યારે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતના ખેલાડીઓએ કુલ 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ઇજાના કારણે નીરજ ચોપરા ભાગ નહિ લ્યે

ભારતને કોમનવેલ્થની શરૂઆત પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ઈજાના કારણે આ ગેમ્સમાં ભાગ કઈ શકે તેમ નથી. નીરજ ચોપરા આ ગેમ્સમાં ગોલ્ડ જીતી આવે તેવી દેશવાસીઓની આશા હતી પણ કમનસીબે તેઓ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા નથી.

 

આજની સ્પર્ધાઓ

લોન બોલ (સાંજે 05:30 વાગ્યાથી)

સુનિલ બહાદુર, ચંદન કુમાર સિંહ, નવનીત સિંહ, દિનેશ કુમાર, મૃદુલ બોરગોહેન, પિંકી, તાનિયા ચૌધરી, રૂપા રાની તિર્કી, નયન મોની સાયકિયા, લવલી ચૌબે,

ટેબલ ટેનિસ (સાંજે 06:30 વાગ્યાથી)

ક્વોલિફિકેશન રાઉન્ડ 1 માં પુરુષો અને મહિલા ટીમ ઈવેન્ટ્સ સ્પર્ધા કરશે.  મહિલાઓમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા, રીત રિષ્યા, દિવ્યા ચિતાલે અને પુરુષોમાં શરથ કમલ, સાથિયાન ગુણસેકરન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી હશે.

સ્વિમિંગ (સાંજે 07:30 વાગ્યાથી)

સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ, કુશાગ્ર રાવત.

ક્રિકેટ (રાત્રે 8:00 વાગ્યાથી)

મહિલા ટી20 – ભારત વિ. ઓસ્ટ્રેલિયા ગ્રુપ મેચ.

ટ્રાયથલોન (રાત્રે 8:00 કલાકે)

વિમેન્સ સિંગલ્સ ફાઇનલ (સ્પિન્ટ ડિસ્ટન્સ) – સંજના જોશી, પ્રજ્ઞા મોહન.

બોક્સિંગ (રાત્રે 9:00 વાગ્યાથી)

રાઉન્ડ-32 મેચો

પુરુષોની હળવા વજનમાં શિવ થાપા અને પુરુષોની 75 કિગ્રા વર્ગમાં સુમિત કુંડુ.

સ્ક્વોશ (રાત્રે 9:00 વાગ્યાથી)

રામિત ટંડન, સૌરભ ઘોષાલ અને અભય સિંહ મેન્સ સિંગલ્સમાં પ્રવેશ કરશે.  આ સાથે જ જોશના ચિનપ્પા, અન્હત સિંહ અને સુન્યા કુરુવિલા મહિલા સિંગલ્સમાં પ્રવેશ કરશે.

બેડમિન્ટન (રાત્રે 11:00 વાગ્યાથી)

મિક્સ્ડ ટીમ ઈવેન્ટ ક્વોલિફાઈંગ રાઉન્ડ-1માં ભારત વિ પાકિસ્તાન મેચ.

બોક્સિંગ (મોડી રાત્રે 03:30 વાગ્યે)

પુરુષોની 67 કિગ્રામાં રોહિત ટોકસ અને પુરુષોની 75 કિગ્રામાં આશિષ ચૌધરી.

હોકી (રાત્રે 11:00 વાગ્યાથી)

મેન્સ હોકીમાં ભારત વિ ઘાના મેચ.

30 જુલાઈની સ્પર્ધાઓ

પુરુષોની મેરેથોન

નિતેન્દ્ર રાવત

બોક્સિંગ

અમિત પંખાલ, પુરુષ (51 કિગ્રા)

મોહમ્મદ હુસામુદ્દીન,પુરૂષ (57 કિગ્રા)

શિવ થાપા, પુરુષ (63.5 કિગ્રા)

રોહિત ટોકસ, પુરૂષ (67 કિગ્રા)

સુમિત કુંડુ,પુરુષ (75 કિગ્રા)

આશિષ ચૌધરી, પુરુષ(80 કિગ્રા)

સંજીત કુમાર,પુરૂષ (92 કિગ્રા)

સાગર અહલાવત, પુરુષ (92+ કિગ્રા)

નીતુ ઘંઘાસ,સ્ત્રી (48 કિગ્રા)

નિખત ઝરીન, સ્ત્રી (50 કિગ્રા)

જાસ્મીન લેમ્બોરિયા, મહિલા (60 કિગ્રા)

લોવલિના બોર્ગોહેન, મહિલા (70 કિગ્રા)

મહિલા હોકી

ભારત વિ વેલ્સ

ટેબલ ટેનિસ

પુરુષોનો રાઉન્ડ 3

મહિલા રાઉન્ડ 3 અને ક્વાર્ટર ફાઈનલ

વેઇટ લીફટિંગ

મીરાબાઈ ચાનુ, મહિલા (55 કિગ્રા)

સંકેત મહાદેવ, પુરુષો (55 કિગ્રા)

ચનામ્બમ ઋષિકાંત સિંહ, પુરૂષ (55 કિગ્રા)

31 જુલાઇની સ્પર્ધાઓ

મહિલા ક્રિકેટ

ભારત વિ. પાકિસ્તાન

પુરુષોની હોકી

ભારત વિ. ઘાના

ટેબલ ટેનિસ

પુરુષોની ક્વાર્ટર ફાઈનલ

મહિલા સેમિફાઇનલ

વેઇટ લીફટિંગ

બિંદ્યારાણી દેવી, મહિલા (59 કિગ્રા)

જેરેમી લાલરિનુંગા, પુરૂષો (67 કિગ્રા)

અચિંત શુલી, પુરૂષો (73 કિગ્રા)

1 ઓગસ્ટની સ્પર્ધાઓ

પુરુષોની હોકી

ઈંગ્લેન્ડ વિ. ભારત

વેઇટ લિફટિંગ

પોપી હજારિકા, મહિલા (64 કિગ્રા)

અજય સિંહ, પુરૂષ (81 કિગ્રા)

ટેબલ ટેનિસ

પુરુષોની સેમિ-ફાઇનલ

ફાઇનલ

2 ઓગસ્ટની સ્પર્ધાઓ

એથ્લેટિક્સ

અવિનાશ સાબલે, પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ

મુરલી શ્રીશંક,  પુરુષોની લાંબી કૂદ

મોહમ્મદ અનીસ યાહિયા, પુરુષોની લાંબી કૂદ ધનલક્ષ્મી સેકર,મહિલાઓની 100 મી.

જ્યોતિ યારાજી, મહિલાઓની 100 મીટર હર્ડલ રેસ

મનપ્રીત કૌર, મહિલા શોટ પુટ

નવજીત કૌર ધિલ્લોન, વિમેન્સ ડિસ્કસ થ્રો

હોકી

મહિલા હોકી

ઈંગ્લેન્ડ વિ. ભારત

ટેબલ ટેનિસ

પુરુષોની ફાઇનલ

વેઇટ લિફટિંગ

ઉષા કુમાર, મહિલા (87 કિગ્રા)

પૂર્ણિમા પાંડે, મહિલા (87+ કિગ્રા)

વિકાસ ઠાકુર, પુરુષો (96 કિગ્રા)

રાગલા વેંકટ રાહુલ, પુરૂષો (96 કિગ્રા)

3 ઓગસ્ટની સ્પર્ધાઓ

એથ્લેટિક્સ

ઐશ્વર્યા બાબુ (મહિલા ટ્રિપલ જમ્પ)

બેડમિન્ટન

પી.વી  સિંધુ, મહિલા સિંગલ્સ

અક્ષર્શી કશ્યપ, મહિલા સિંગલ્સ

લક્ષ્ય સેન, મેન્સ સિંગલ્સ

કિદામ્બી શ્રીકાંત, પુરૂષ સિંગલ્સ

ક્રિકેટ અને હોકી

ભારત વિ.બાર્બાડોસ – મહિલા ક્રિકેટ ટી20 ટૂર્નામેન્ટ

ભારત વિ. કેનેડા – મેન્સ હોકી

ભારત વિ. કેનેડા – મહિલા હોકી

4 ઓગસ્ટની સ્પર્ધાઓ

બેડમિન્ટન

ટ્રીસા જોલી, વિમેન્સ ડબલ્સ

ગાયત્રી ગોપીચંદ, મહિલા ડબલ્સ

સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી, મેન્સ ડબલ્સ

ચિરાગ શેટ્ટી, મેન્સ ડબલ્સ

 હોકી

ભારત વિ. વેલ્સ, મેન્સ હોકી

5 ઓગસ્ટની સ્પર્ધાઓ

એથ્લેટિક્સ

અબ્દુલ્લા અબુબકર, પુરુષોની ટ્રિપલ જમ્પ

પ્રવીણ ચિત્રવેલ, પુરુષોની ટ્રિપલ જમ્પ

એલ્ડહોસ પોલ, પુરુષોનો ટ્રિપલ જમ્પ

નીરજ ચોપરા, પુરુષોની બરછી ફેંક (આઉટ)

ડીપી મનુ, પુરુષોની બરછી ફેંક

રોહિત યાદવ, પુરુષોનો બરછી ફેંક

સંદીપ કુમાર, પુરુષોની 10 કિમી રેસ વોક

અમિત ખત્રી, પુરુષોની 10 કિમી રેસ વોક

ઐશ્વર્યા બી, મહિલાઓની લાંબી કૂદ

એન્સી સોજેન, મહિલાઓની લાંબી કૂદ

અન્નુ રાની, મહિલા બરછી ફેંકનાર

શિલ્પા રાની, મહિલા જેવલિન થ્રો

મંજુ બાલા સિંહ, મહિલા હેમર થ્રો

સરિતા રોમિત સિંહ, મહિલા હેમર થ્રો

 કુસ્તી

બજરંગ પુનિયા, પુરુષોની 65 કિગ્રા વર્ગ

દીપક પુનિયા, પુરુષોની 86 કિગ્રા વર્ગ

મોહિત ગ્રેવાલ, પુરુષોની 125 કિગ્રા વર્ગ

અંશુ મલિક,મહિલાઓની 57 કિગ્રા વર્ગ

સાક્ષી મલિક, મહિલા 62 કિગ્રા વર્ગ

દિવ્યા કકરાન, મહિલા 68 કિગ્રા વર્ગ

6 ઓગસ્ટની સ્પર્ધાઓ

કુસ્તી

રવિ કુમાર દહિયા, પુરુષોની 57 કિગ્રા વર્ગ

નવીન, પુરુષોની 74 કિગ્રા વર્ગ

દીપક, પુરુષોની 97 કિગ્રા વર્ગ

પૂજા ગેહલોત, મહિલા 50 કિગ્રા વર્ગ

વિનેશ ફોગાટ, મહિલાઓની 53 કિગ્રા વર્ગ

પૂજા સિહાગ, મહિલાઓની 76 કિગ્રા વર્ગ

 એથ્લેટિક્સ

એમોઝ જેકબ, પુરુષોની 4×400મિ. રિલે

નોહ સેરેન ટોમ, પુરુષોની 4×400મિ. રિલે

અરોકિયા રાજીવ, પુરુષોની 4×400મિ. રિલે

મોહમ્મદ અજમલ, પુરુષોની 4×400મિ. રિલે

નાગનાથન પાન્ડી, પુરુષોની 4×400મિ. રિલે

રાજેશ રમેશ, પુરુષોની 4×400મિ. રિલે

ભાવના જાટ, મહિલાઓની 10 કિમી રેસ વોક

પ્રિયંકા ગોસ્વામી, મહિલાઓની 10 કિમી રન વોક

હિમા દાસ, મહિલાઓની 4×100મિ. રિલે

દુતી ચંદ, મહિલાઓની 4×100 મિ.રિલે

સરબાની નંદા, મહિલાઓની 4×100મિ.રિલે

એમવી જીલાના, મહિલાઓની 4×100 મિ. રિલે

એન.એસ. સિમી: મહિલાઓની 4×100મિ. રિલે