Abtak Media Google News

નવરાત્રીના  દિવસોમાં મિશ્ર  સીઝનનો અનુભવ થતો હોય છે.  સવાર અને રાત્રીનાં સમયે ગુલાબી ઠંડી અનુભવાતી હોય છે.બપોરે વાતાવરણ   થોડુ ગરમ રહેતુ હોય છે. આ વર્ષ આસો  માસમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ  થઈ રહ્યો છે. બુધવારે મહતમ 39 ડિગ્રી સાથે રાજકોટ રાજયનું સૌથી  ગરમ શહેર નોંધાયું હતુ. નવ શહેરોમાં   તાપમાન 37 ડિગ્રીથી વધુ  રહેવા પામ્યું હતુ. હજી એકાદ  સપ્તાહ તાપમાનનો પારો થોડો ઉંચો  રહેશે.

રાજયના 9 શહેરમાં ઓકટોબરમાં મહતમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ

નવરાત્રીથી મહતમ તાપમાનમાં  ઘટાડો થતો હોય છે.અને ન્યુનતમ  તાપમાનમાં ક્રમશ: વધારો નોંધાતો હોય છે.  પરંતુ આસોમાં ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે રાજયનાં નવ શહેરોમાં મહતમ તાપમાન  37 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. રાજકોટનું તાપમાન સૌથી વધુ 39 ડિગ્રી નોંધાયું હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરનુ તાપમાન  38.5 ડિગ્રી,  વેરાવળનું તાપમાન  38.2 ડિગ્રી, કેશોદનું તાપમાન  37 ડિગ્રી, અમરેલીનું તાપમાન  36.6 ડિગ્રી,   મહુવાનું તાપમાન  36.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન  36.1 ડિગ્રી, ડિસાનું તાપમાન  37 ડિગ્રી, અમદાવાદનું  તાપમાન  36.8 ડિગ્રી,  વલ્લભવિદ્યાનગરનું તાપમાન  36.1 ડિગ્રી વલસાડનું તાપમાન  37.4 ડિગ્રી, સુરતનું  તાપમાન  36.2 ડિગ્રી, ભૂજનું  તાપમાન  37.8 ડિગ્રી,  કંડલા પોર્ટ પરનું તાપમાન  37.6 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર તાપમાન  37.2 ડિગ્રી નોંધાયું હતુ હજી એકાદ સપ્તાહ સુધી મહતમ  તાપમાનનો પારો થોડો ઉંચો રહેશે ત્યારબાદ ઠંડીનું જોર વધશે. મિશ્ર ઋતુના કારણે  રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.