Abtak Media Google News

સમગ્ર વિશ્વના જૈનો ઘરે રહીને જિન શાસનનો જય જય કાર કરશે

જૈન દશેનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીથે ઊભું નથી કરતાં પણ માત્ર તીથેનો પુનરુધ્ધાર કરે છે.પ્રભુ મહાવીર પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા. અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે. અહિંસામય ધમે જ ધ્રુવ અને શાશ્વત છે.

Advertisement

અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ ૩૦ માં વર્ષે દીક્ષા અંગીકાર કરી. સાડા બાર વષે અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આયે તેમજ અનાયે ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ – ગજબની સાધના – આરાધના કરી.કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દશેનની પ્રાપ્તિ થઈ ત્યારે દેશના અથોત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ  પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે કોઇ જીવાત્માએ વ્રત – પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે.

આ ઘટના જૈન દશેનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું. બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના – સદ્દબોધ આપ્યો. પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા તો અમુક પૂણ્યશાળી આત્માઓએ પંચ મહાવ્રત ધારણ કરી સાધુ – સાધ્વીજી બન્યાં.

આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીથેની સ્થાપના કરી એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો, ૩૬૦૦૦ શ્રમણીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.

ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ – શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો. વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે,પારસી ધમેમાં જે સ્થાન અવેસ્તાનું છે,ઈસાઈ ધમેમાં જે સ્થાન બાઈબલનું છે, ઈસ્લામ ધમેમાં જે સ્થાન કુરાનનું છે, તેવી રીતે જૈન ધમેમાં આગમ – શાસ્ત્રોનું અનેરુ સ્થાન છે. આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત.

પ્રભુની અનંતી કૃપાથી જ વતેમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે. જિન શાસનનો ૨૫૭૬ મો સ્થાપના દિવસ તથા ગણધર ભગવંતોનો દીક્ષા દિવસ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.