Abtak Media Google News

રાજ્યમાં રેડઝોન જિલ્લાની સંખ્યા વધી, ૯ જિલ્લાનો સમાવેશ: રાજકોટમાં રાહત, રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં પલટાયું

દુનિયાભરમાં કોરોનાએ મહામારી સર્જી છે. ત્યારે ગુહરતમાં પણ કોરોના વાયરસની ઝપેટમાં ૪૦૦૦થી વધુ લોકો આવી ગયા છે. અને ૨૪૯ દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે લોકડાઉનના બીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ જિલ્લાઓને રેડઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીનઝોનમાં સમાવેશ કરકામાં આવ્યા છે. અને આગામી ૩જી મેં બાદ ઝોન પ્રમાણે તમામ જિલ્લાઓને છૂટછાટ મળી રહેવાની શકયતા જણાવાઈ રહી છે. જ્યારે રાજ્યમાં રેડઝોન જિલ્લાઓની સંખ્યા વધીને ૯ પર પહોંચી છે. જ્યારે રાજકોટ સહિત ૧૯ જિલ્લાઓનો સમાવેશ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો છે અને રાજ્યના પાંચ જિલ્લાઓને ગ્રીનઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે તમામ સૌરાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે દેશભરમાં ૩જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ ૧૯ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના ૯ જિલ્લા રેડ ઝોનમાં, ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને ૫ જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે. ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા ક્યાં જિલ્લામાં લોકડાઉન બાદ કેટલી છૂટછાટ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

ગુજરાતમા રેડઝોન જિલ્લાઓની સંખ્યામાં વધારો થયો છે. આજ રોજ પ્રકાશિત થયેલી યાદીમાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી ને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ તમામ નવ જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી લોકલ ટ્રાન્સમિશન ના કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નવ જિલ્લાઓને રેડ ઝોનમાં સામીલ કરી તેમાં લોકડાઉન બાદ કઈ રીતે છૂટછાટ આપવી તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. રાજકોટ માટે રાહતના સમાચાર સમાન અગાઉ પાંચ જિલ્લાઓને જ્યારે રસદ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા હતા તેમાં રાજકોટનો પણ સમાવેશ થયો હતો. પરંતુ કોરોના ના પોઝિટિવ કેસની સંખ્યામાં ગતિ પર રોક લાગવાથી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને ઓરેજઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સાથે સાથે ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર સહિત ૧૯ જીલ્લોઓને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

જ્યારે રાજ્યમાં એક પણ કેસ ન નોંધાયા હોય અને કોરોના વાયરસનું સંક્રમણ વધુ ગતિએ ન ફેલાતા હોય તેવા પાંચ જિલ્લાઓને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા છે.  જેમાં સૌરાષ્ટ્રના તમામ પાંચ જિલ્લા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા ને ગ્રીન ઝોનમાં સામીલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ ત્રણેય ઝોન પ્રમાણે જીલ્લોમાં લોકડાઉન ના ત્રીજા તબક્કા બાદ છૂટછાટ કઈ રીતે આપવી તેની ચર્ચા વિચારણા પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્ય મંત્રી દ્વારા કરવામાં આવશે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝીનમાં કેટલા એકમોને છૂટ આપવી અને કેટલા એકમોને ના આપવી તે આવતા દિવસોમાં લોકડાઉન બાદ જાહેર કરવામાં આવશે.

મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાને લોકડાઉનમાં છૂટછાટ મળશે

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા બે તબક્કે લોક ડાઉન જાહેર કર્યા બાદ બીજો તબક્કો આગામી તા.૩ મેના રોજ પુરો થઇ રહ્યો છે તેમ છતાં કોરોનાનો ચેપ યથાવત રહ્યો છે. તો કેટલાક જિલ્લામાં કોરોનાની કોઇ અસર જણાતી ન હોવાથી સરકાર દ્વારા કોરોના અંગે અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં રેડ ઝોનને ડેન્જર બતાવવામાં આવ્યો છે. ગુજરાતના નવ જિલ્લાઓને રેડ ઝોન, ૧૯ જિલ્લાઓને ઓરેન્જ ઝોન અને પાંચ જિલ્લાઓને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જિલ્લા કલેકટર દ્વારા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસ કંટ્રોલમાં હોવાથી રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં કોરોનાની અસર નહીવત હોવાથી ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી તા.૩ મેના રોજ લોક ડાઉનનો બીજો તબક્કો પુરો થતો હોવાથી લોક ડાઉનમાંથી કંઇ રીતે મૂક્તિ આપવી તે અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેડ ઝોનના ૩ કીમી વિસ્તારમાં કોઇ જાતની છુટછાટ આપવામાં નહી આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.