એક્ટિવ પેનલને વકીલ મંડળ અને વિવિધ સમાજના વકીલોનો ટેકો

બાર એસોસિએશનની તા.16 ડિસેમ્બરે મતદાન પ્રચાર પ્રસાર ચરમસીમાએ

બાર એસોસીએશનની ચૂંટણીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે બને પેનલ દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.  બાર એસોસિયેશનની આગામી વર્ષ 2023 ની ચૂંટણીમાં પ્રથમ વખત સિનિયર વકીલો સામે જુનિયર વકીલોએ તમામ હોદ્દા ઉપર પેનલ ઉતારી છે ત્યારે  બાર એસોસીએશનમાં 108 ની છાપ ધરાવતા બકુલ રાજાણીએ પ્રમુખ પદની દાવેદારી સાથેની આખી પેનલને મેદાનમા ઉતારી છે.

એક્ટિવ પેનલના ઉમેદવારોના સમર્થનમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ દ્વારા કોર્ટ પરિસરમાં ચા, પાણી અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિનિયર જુનિયર વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક્ટિવ પેનલના તમામ ઉમેદવારોને જીતના આશીર્વાદ આપ્યા હતા

એક્ટિવ પેનલને વકીલ હિત રક્ષક મંડળ   વિવિધ સમાજના વકીલોનો ટેકો

એક્ટિવ પેનલ દ્વારા ગઈકાલે પાટીદાર સમાજના વકીલોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પટેલ સમાજના વિવિધ સિનિયર અને જુનિયર વકીલો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજના વકીલોએ એક્ટિવ પેનલના બધા ઉમેદવારોની કામગીરી અને કર્તવ્ય નિષ્ઠાને વધાવી હતી અને આ વખતે એક્ટિવ પેનલના ઉમેદવારોને જીત અપાવવા પાટીદાર સમાજના વકીલોએ સમર્થન આપ્યું હતું

લેબર, જીએસટી અને ઇન્કમટેક્સ બારને એક્ટિવ પેનલનું સમર્થનમાં

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના દાવેદાર બકુલ રાજાણીની પેનલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી સહિતની ટીમએ લેબર કોર્ટ ખાતે રૂબરૂ  પ્રચાર કર્યો હતો ત્યારે લેબર એસોસિયેશનના સભ્યોએ જીત માટેના આશીર્વાદ આપ્યા હતા આ ઉપરાંત જીએસટી બાર અને ઇન્કમટેક્સ બારના  હોદ્દેદારો તથા સભ્યોએ પણ એક્ટિવ પેનલને જીતાડવા માટે સમર્થન જાહેર કર્યું હતું.