Abtak Media Google News

મુદામાલ છોડાવવા માટે કુવાડવા પોલીસ મથકે બંને વચ્ચે થયેલી રકઝકમાં મામલો બિચકયો

રાજકોટમાં કાયદાના રક્ષકો અને કાયદાના જાણકારો વચ્ચે અવાર-નવાર તણખા  ઝર્યાની  ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં કોર્ટમાંથી મુદ્દામાલ પરત કરતી વખતે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ રાણાએ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી સાથે અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી હોવાનો વકીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વકીલોમાં રોષ ભભૂકીયો છે. અદાલતે પી.આઈ.ને તેડુ મોકલ્યું છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ક્ધટમ કોર્ટમાંથી મુદ્દામાલ પરત કરતી વખતે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ કે.જે. રાણાએ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ બકુલ રાજાણી સાથે વાણીવિલાસ કરી અભદ્ર વર્તન કર્યું હતું. પી.આઈ રાણા અને એડવોકેટ બકુલ રાજાણી વચ્ચે રકઝક થતા વકીલોના ટોળા એકઠા થઈ ગયા હતા જે દરમિયાન કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ કે.જે. રાણાએ મહિલા એડવોકેટની હાજરીમાં   તમામ એડવોકેટને મારી સામે બોલે એને ખટારો લઇ ઉડાડી દઉં છું અને હું એક પગ સ્મશાનમાં અને એક પગ પોલીસ સ્ટેશનમાં રાખું છું બંદુક રાખતો નથી તેમ કહી વકીલોને

ગાળો ભાંડી હોવાનો બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ આક્ષેપ કર્યો છે બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે વકીલો સાથે ગેરવર્તન  કરનાર પી.આઈ કે.જે. રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી અને આવતીકાલે રાણાને  અદાલતમાં  હાજર  જાણવા મળ્યું છે ઘટનાને પગલે વકીલોમાં રોષ ભભૂક્યો છે અને કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ કે.જે. રાણા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વકીલોમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.