Abtak Media Google News

રાજ્યભરના  બાર એસોસીએશનમાં આજે ચૂંટણી યોજાઈ છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. જેમાં   સવારથી 9 વાગ્યાથી  મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સમરસ અને એક્ટિવ પેનલ ના ઉમેદવારો દ્વારા પોત પોતાની તરફેણમાં વકીલોને મતદાન કરવવામાં પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 2293 મતદારોએ મતદાન કર્યુંં.

સમરસ અને એક્ટિવ પેનલના ઉમેદવારો દ્વારા જીતના દાવા

પેનલ ટુ પેનલ ચાલશે કે તૂટશે?: સાંજે પરિણામ

રાજકોટ બાર એસો.ની ચુંટણી માટે ખાસ નિયુક્ત થયેલા ચૂંટણી અધિકારીઓ જયેશ એન. અતીત, એ. વાય. દવે અને કે. ડી. શાહના સુપરવિઝન  હેઠળ બાર એસો.ના કુલ 3607 વકીલ સભ્યોમાંથી સવારે 9થી મતદાન શરૂ થયું  હતું,  મતદાનમાં સાથે ચિઠ્ઠી લઈ જવા ઉપર પ્રતિબંધ હતો, તેમાં ધીમુ પણ ધીગુ મતદાનના પ્રારંભ બાદ  મતદાનમાં ગતિ આવી હતી.બાર એસોસીએશનની પતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં સમરસ અને એકટીવ પેનલના ભારે પ્રચાર- પ્રસાર બાદ  પ્રમુખ- ઉપપ્રમુખ સહિત 44 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં   કેદ થશે છે.

બાર એસોસીએશનની ચૂંટણીના પરિણામને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.   મતદાર વકીલોના મત અંકે કરવા છેલ્લી ઘડી સુધીનુ  બન્ને પેનલ દ્વારા જોર લગાવવામાં આવ્યું હતું. બારની ચૂંટણીથી વકીલોમાં ભારે ઉત્કંઠા પ્રસરી  છેલ્લા એક સપ્તાહ દરમ્યાન બન્ને પેનલ વતી પ્રચાર કરવામાં આવ્યા હતા  બન્ને પેનલ વચ્ચે જોરશોર થી જીતના દાવા સાથે પ્રચારો કર્યા હતા.

Record-Breaking 65 Percent Voter Turnout Of Lawyers In Rajkot Bar Assoc
Record-breaking 65 percent voter turnout of lawyers in Rajkot Bar Assoc

બાર એસોસિયનની ચુંટણી દરમ્યાન મતદાર યાદીમાં નામ હોય તેમજ બાર કાઉન્સીલની પરીક્ષા પાસ કરી હોય તેનુ સનદ તેમજ આઈ કાર્ડ સાથે ત્થા આઈકાર્ડ સાથે મતદાન કરી શકાશે તેમ ચુંટણી અધીકારી દ્વારા વકીલોને સુચના આપવામાં આવી હતી આ વખતે બાર એસોસિયનની ચુંટણી લડતા કમલેશ શાહ, બકુલ રાજાણી, સુરેશ ફળદુ જાડેજા સિધ્ધરાજ સિંહ, સુમીતકુમાર વોરા, પી. સી .વ્યાસ સહીત 44 ઉમેદવારો તેમજ અનામત કારોબારી માં રેખાબેન મીંબાસીયા,અરૂણાબેન પંડયા અને રક્ષાબેન ઉપાધ્યાય વચ્ચેના જંગમા મુખ્ય જંગ જામ્યો હતો.

બંને પેનલના ઉમેદવારો ઉપરાંત  ભાજપ લીગલ સેલ પેરિત સમરસ પેનલ નો ઉત્સાહ વધારવા માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, યાડના ચેરમેન જયેશ બોઘરા, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા,  પૂર્વ સાંસદ દંપતી રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, કિરીટભાઈ પાઠક, દિલીપભાઈ પટેલ,  અનિલભાઈ દેસાઈ,  પિયુષભાઈ શાહ,  કમલેશભાઈ ડોડીયા, સંજયભાઈ વ્યાસ, તુષારભાઈ ગોકાણી,   મનીષભાઈ ખખર, મુકેશભાઈ દેસાઈ, ધીરુભાઈ પીપળીયા, ડીજીપી એસ.કે. વોરા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા,પરેશ ઠાકર, જશવંતસિંહ ભટ્ટી,  લલિતસિંહ શાહી,  અર્જુનભાઈ પટેલ,  તુષાર ગોકાણી, સંજય વ્યાસ, રૂપરાજસિંહ પરમાર, અજય જોશી, જીગ્નેશ સભાડ ,સ્વામિનારાયણ સંત દેવપ્રકાશ સ્વામી  સિનિયર જુનિયર વકીલોએ મતદાન કર્યું હતું. મતદાન  રાત્રે   ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે.

ચૂંટણી પંચની જેમ વ્યવસ્થા કરાય તો મતદાન વધી શકે

બાર એસોસીએશનની આજે યોજાયેલ પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં વનબાર વન વોટ મુજબ 3500 થીવધુ વકીલ મતદારો નોંધાયો છે. સવારે 9 થી બપોરના 3 કલાક દરમ્યાન મતદાન યોજાવાનું છે. વકીલો ઉત્સાહભેર મતદાન કરવા માટે ઉમટી પડયા હતા. પરંતુ લાંબી લાઇનો હોવાથી અનેક વકીલો મતદાન કરવામાં ભાગ ન લેતા હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે બાર એસોસીએશન દ્વારા ચુંટણી પંચની જેમ 1પ00 મતદારો દીઠ એક બુથની જેમ વ્યવસ્થા કરે તો વકીલોને મતદાનમાં અગવડતા ન પડે અને મતદાન ની ટકાવારી વધી શકે તેમ વકીલ વર્તુળોઓ દ્વારા ચર્ચાય રહ્યું છે.

ધારાશાસ્ત્રી અશોકસિંહએ ટીમ સાથે મતદાન કર્યું

બાર એસોસિએશન ચુંટણીના મતદાનમાં  જાણીતા ધારાશાસ્ત્રી અશોકસિંહ વાઘેલા એ તેમની ટીમ સાથે મતદાન કરી લોકશાહીમા પોતાની ફરજ અદા કરી એડવોકેટ સર્વ પરકીનભાઈ રાજા, હિંમતકુમાર લાબડીયા  રાણાભાઈ સોલંકી દેવેન્દ્રસિંહ ભટ્ટી ચંદ્રસિંહ તલાટીયા મુકુંદ ટાંક, સુરેશભાઈ બથવાર, રજત સંઘવી,કનકસિંહ જાડેજા, અતુલ કામદાર કુલદીપસિંહ જાડેજા ,સી.આર. પરમાર, ડી જી બથવાર , કમલેશ કોઠીવાર, વિજયસિંહ જાડેજા પ્રણવ પટેલ, જયદીપ મોરી, હસમુખ સોલંકી, દીલીપ ત્રિવેદી, વાય.પી.જાડેજા અને જયદેવસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યા જોડાઈ સાથે મતદાન કર્યુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.