Abtak Media Google News

રાજકોટ શહેરના જામનગર રોડ આવેલા ઘંટેશ્વર પાસે નવી કોર્ટ બિલ્ડીંગનું  તા.6ને શનિવારે  રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ કરાશે.આ તકકે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ , સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજીશો  પણ  ઉપસ્થિત રહેશે. ₹110 કરોડના ખર્ચે રાજકોટ ખાતે 36,520.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં 05 માળના આ નવા  ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રૂ.110 કરોડના ખર્ચે  36,520.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં 5 માળનું ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ

રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજીશો રહેશે ઉપસ્થિત

આ કોર્ટ બિલ્ડીંગમાં 52 કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશ ઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલઓ માટે બારરૂમ, સરકારી વકીલ ઓ માટે ચેમ્બરો, જજીસઓ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારઓ માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ –  અરજદાર. ઓ માટે પાર્કીંગ અને જજીસ ઓ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.અંદાજિત 750 થી 800 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયું છે.હાલ 39 કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી 52 કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.

આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ  એન. વી. અંજારીઆ, રાજકોટના એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ  એ.જે.શાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિ , રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયધીશ આર.ટી.વાછાણી, કાયદા સચિવ પી.એમ.રાવલ અને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ  બકુલ રાજાણી ઉપસ્થિત રહેશે.

સીજીઆઇ ચંદ્રચુડનું સાંજે રાજકોટમાં આગમન,  રાત્રિ રોકાણ સોમનાથ

રાજકોટ કોર્ટ બિલ્ડિંગનું  લોકાર્પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના હસ્તે કાલે  થવાનું છે.  ત્યારે દિલ્હીથી ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ અને  સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદકુમાર  આવી રહ્યા છે.  રાજકોટ હીરાસર એરપોર્ટે ખાતે સાંજે 5:15 વાગે તેમનું આગમન થશે અને  સીધા સોમનાથ જવા નીકળશે. સોમનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધા બાદ રાત્રી રોકાણ પણ ત્યાં જ કરશે અને બીજા દિવસે તા..6 ને શનિવારે સવારે દ્વારિકાધીશના દર્શન કરીને રાજકોટ આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ શનિવારે બપોરે 12- 10 વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે હોટેલ સિઝન ખાતેના હેલીપેડ પર તેનું આગમન થશે.

સિઝન્સમાં થોડું રોકાણ કર્યા પછી  સીધા જ કાર્યક્રમના સ્થળે બપોરે 2:00 વાગ્યાની આસપાસ આવી પહોંચશે.હોટલ સિઝનથી કાર્યક્રમના સ્થળ સુધી રિહરસલ પૂરું કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ગુજરાત સરકારના કાયદા મંત્રી પટેલ સહિતનાઓ  પણ આવી રહ્યા છે.  જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચીફ સી જસ્ટીસ, હાઈકોર્ટના જસ્ટિસ તેમજ અન્ય મહાનુભાવોના આગમનથી લઈને મુખ્ય કાર્યક્રમ તેમજ સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિચારણા તેમજ કાર્ય વહેચણી કરવામાં આવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ગાર્ડ ઓફ ઓનર આપવા,સલામતી વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંદર્ભે વિવિધ વિભાગના 36 ઉચ્ચ અધિકારીઓને વિવિધ ફરજો સોપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.