Abtak Media Google News

સામાન્ય તકરાર બાદ હુમલાખોરને બે વર્ષની સજા થતા ઉપલી અદાલતમાં અપીલ

વેરાવળમાં ૧૭ વર્ષ પહેલા રસ્તા ઉપર પાણી ભરાયેલ હોય તેમાંથી રીક્ષા પસાર થતા રસ્તાનું પાણી પકોડાની રેકડીધારકને ઉડેલ જે અંગે બંને વચ્ચે બોલચાલી થયેલ અને ગરમ તેલ ભરેલ બકડીયાની ઝાલક લાગતા એક દાઝી ગયો હતો. આ બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને બે વર્ષની કેદની સજા સાથે ‚ા.૧૦ હજાર વળતર પેટે ચુકવવાનો હુકમ થયેલ જેમાં અપીલમાં જતા આ કેસ ફરી જુબાની લઈ નિર્ણય કરવા નીચેની કોર્ટમાં રીમાન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની વિગત મુજબ ૧૭ વર્ષ પહેલા વેરાવળમાં પકોડાની રેકડી ધરાવતા પ્રભુદાસ જગજીવન પાબારીની બાજુમાંથી પ્રતિક અશ્ર્વિનભાઈ બારોટ રીક્ષા લઈને નિકળેલ તે સમયે રસ્તામાં ભરાયેલ પાણી ઉડેલ તે વાતનું મનદુ:ખ રાખી બન્ને વચ્ચે બોલાચાલી થયેલ અને ત્યારબાદ સમજાવવા ગયેલ ધર્મેન્દ્ર દિલસુખભાઈ રાવ ઉપર પ્રભુદાસભાઈએ ઉશ્કેરાઈ જઈ ગરમ તેલ ભરેલા બકડીયાની ઝાલક મારતા ધર્મેન્દ્ર શરીરે દાઝી જતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. આ કેસ વેરાવળ કોર્ટમાં ચાલતા વકીલોની દલીલોને ધ્યાને લઈ આરોપીને બે વર્ષની કેદની સજા તથા ‚ા.૧૦ હજાર વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલો. જેમાં અપીલમાં જતા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.સી.ઠાકરે હુકમ કરી નીચેની અદાલતે હાલના ગુન્હા કામે તપાસ કરનાર પોલીસ અમલદારની જુબાની લીધા બાદ ગુણદોષ ઉપર ફરીથી નિર્ણય કરવા રીમાન્ડ કરવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.