Abtak Media Google News

વડોદરા રહેતી પરિણીતાએ સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી હતી

મહારાષ્ટ્રમાં સ્થિત રઘુવંશી સમાજના અગ્રણીએ વડોદરા રહેતા પત્ની સાથે છુટાછેડા મેળવવા દાખલ કરેલો કેસ વડોદરા ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે.

યવતમાલ (મહારાષ્ટ્ર)ના રહેવાસી રૂચીર રાજેન્દ્રભાઈ પોબારૂએ નાગપુરની ફેમિલી અદાલતમાં તેની પત્ની રૂત્વી સામે છુટાછેડા મેળવવા માટે અરજી દાખલ કરી હતી. તેમાં કેટલાક કારણો રજૂ કરી પોતાની ઈચ્છા મુજબ કંટાળીને છુટાછેડાની અરજી કરી હોવાનું જણાવ્યું હતું, નાગપુર ફેમિલી કોર્ટમાં ચાલતા આ કેસ બાબતે પત્ની  રૂત્વી વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમાં પતિ દ્વારા અનેક ગેરરજુઆતો કરીને અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાની એડવોકેટ મારફત રજૂઆતો કરવા ઉપરાંત રજૂઆતોમાં જણાવ્યા મુજબ પરિણીતા ઋત્વીએ વડોદરાની ફેમિલી અદાલતમાં ભરણપોષણની કાર્યવાહી કરેલ છે તેમજ તેણીએ ફેમિલી અદાલતમાં લગ્ન હકક પુરા કરવાની કાર્યવાહી કરેલ છે, તેમજ વડોદરા ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ રૂચીર  પોબારૂ, સસરા રાજેન્દ્રભાઈ  પોબારૂ ,સાસુ નીરૂબેન , જેઠ ભકિતશભાઈ  અને જેઠાણી સેજલબેન વિરૂધ્ધ  અત્યાચાર, મારકુટ અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. 10 લાખ  છૂટાછેડાના ભાવ ચાલે છે,  શારીરિક ત્રાસ ગુજારેલ હોય જે  દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તનુજા પાત્રા તથા એમ. કે. અવસ્થી મારફત રજુ કરતા અને સુનાવણી દરમ્યાન મહિલાએ નાગપુર જવા આવવામાં જે હાડમારી ભોગવવી પડે અને તેણીના પતિ સામે વડોદરાની અદાલતમાં અન્ય કેસો ચાલે છે. જેથી છૂટાછેડાનો કેસ વડોદરા ખાતે ટ્રાન્સફર કરવામાં આવે તો તેણીના પતિને મુશ્કેલી થાય તેમ નથી. તેવો હુકમ થયો છે.  કામમાં સામાવાળા વતી એડવોકેટ દરજજે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરૂગ તથા નિશાંત જોષી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.