Abtak Media Google News

ઘર ખરીદનારાઓને ‘ફાયનાન્સીયલ-ક્રેડીટર’નો દરજજો આપવા કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

દેશભરમાં લાખો ઘર ખરીદારોની મુશ્કેલીઓના નિવારણ માટે કેન્દ્ર સરકારને ખાસ મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે હિમાયત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે લાખો ઘર ખરીદારોની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક પ્રસ્તાવ લાવે જે ઘર ખરીદારો બિલ્ડરોને મોટી રકમ આપી ચૂકયા છે. પરંતુ તમેને મિલ્કતનો કબજો નથી મળ્યો આવા ગ્રાહકોના હિતને સુરક્ષીત કરવાની હવે જરૂર છે. સુપ્રીમ કાર્ટે જેવી ઈન્ફોટેક લીમીટેડ કેસની સુનાવણી દરમિયાન આ નિર્દેશો આપ્યા હતા અદાલતે કહ્યું હતુ કે આ કેસ લાખો ઘર ખરીદારો સાથે સંબંધ ધરાવે છે. અને કેન્દ્ર સરકારે બધા માટે એક કાયદો લાવવો જોઈએ જેનાથી ઘર ખરીદદારોને મુશ્કેલી દૂર થાય.

Advertisement

ન્યાયમૂર્તિ એમએમખાન વિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરીની સંયુકત ખંડપીઠે નોંધ્યું હતુ કે પૈસા દેવા છતા ફલેટ નથી મળતા અને આ કેસ લાખો ખરીદદારોથી ઘેરાયેલું છે. કોર્ટે સરકાર પક્ષે હાજર થયેલા એડિશનલ જનરલ સોલીસીટરને કહ્યું હતુ કે આ મુદો લાખો ખરીદદારોની પરેશાનીનું કારણ છે. આમુદે નાદારી જોગવાઈ મુજબ આપણે કંઈ નથી કરી શકતા પરંતુ આપણે તેની બહાર કેન્દ્ર સરકાર કંઈ સુચનો લઈને લાવે કે તેની ઉપર કંઈક વિચારી શકીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે અમે સરકાર પાસેથી એવો નિર્દેશ ઈચ્છીએ છીએ કે જેના તમામ મામલાઓનું એક સમાન સમધાન હોય અને ખરીદદારોની સમસ્યાના નિદાન માટે કઈક સુચન લઈને આવો સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જેથી ઈન્ફ્રાસ્ટ્રેકચર લીમીટેડ દેવાળા સમાધાન પ્રક્રિયાની મુદત વિતી ગયા બાદ પણ કેસને પૂર્ણ જાહેર ન કરવાની અરજીમાં જણાવાયું છે. કે જેનાથી હજારો મકાન ખરીદદારોને પૂરી શકાય તેવી ખોટના ખાડામાં ઉતરવું પડશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કંઈક સુચન આપવા જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જેપી ગ્રુપને આ મામલલે પૂર્ણ કરવા જણાવ્યું હતુ જોકે સુપ્રીમકોર્ટે હરાજીમાં જેપી ગ્રુપ અને પ્રમોટરોને ભાગ લેવાની ના પાડી હતી કેન્દ્ર સરકારે ઘર ખરીદદાર માટે યુનિફોર્મ મુસદદો બનાવવાની ખાસ હિમાયત કરી છે.બિલ્ડરોના પ્રોજેકટમાં ફસાઈ ગયેલાનાણાઓ પરત મેળવવાની લડત ચલાવી રહેલ ઘર ખરીદદારોને પીઠબળ આપવા કેન્દ્ર સરકારના અભિગમના પગલે હવે દેશમાં બિલ્ડરોની દાદાગીરીનો અંત આવે તેવી આશા સેવાઈ રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ કે નાદારી અને બેંક કરપ્સી કોડમાંની જાગેવાઈમાં સુધારો કરીને ઘર ખરીદારોને બેંકની જેમજ ફાયનાસીયલ ક્રેડીટર એટલે કે આર્થિક, રોકાણકર્તાનો દરજજો આપવો જોઈએ.

સુપ્રિમ કોર્ટમાં વિવિધ ૧૪૦ જેટલા બિલ્ડરોએ પીટીશન દાખલ કરીને એકટની મુદત અંગે કોર્ટમાં પડકાર ફેંકયો છે તેની સામે કેન્દ્ર સરકારે સોગંદનામું જાહેર કરીને બતાવ્યું છે કે જો કોઈ કાયદો કે નિયમ ઘર ખરીદદારો કે જેમણે પોતાની પરસેવાની કમાણી ફલેટ ખરીદવા માટે રોકી હોય અને તેમની સાથે છેતરપીંડી થાય ત્યારે કાયદામાં સુધારો પણ કરવો જોઈએ.

બિલ્ડરોએ આઈબીસી કાયદાના કાનૂની અસ્તિત્વ સામે પડકાર ફેંકયો હતો સરકારે કાયદાની જોગવાઈમાં ઘર ખરીદારોને આર્થિક રોકાણકારનો દરજજો આપવાની માંગ કરી છે.

દેશભરમાં અત્યારે અનેક બિલ્ડીંગ પ્રોજેકટોમાં પૈસા ભરી દીધા છતા ગ્રાહકોને ફલેટનું પજેશન મળ્યું નથી બિલ્ડરો ગ્રાહકોને વિલંબમાં પડેલા પ્રોજેકટ સામે વળતર પણ આપતા નથી જો ગ્રાહક હપ્તા ભરવામં ચૂક કરે તો તેની પાસે આકરૂ વ્યાજ વસુલે છે. સરકાર ખરીદદારોને થતા અન્યાય હવે કમરકસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.