Abtak Media Google News

સુરત સમાચાર

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ વિકૃત મગજના શખ્સે મોટા વરાછા વિસ્તારમાં આવેલા અંબિકા પીનેકલ  કોમ્પલેક્ષ નજીક શ્વાનને હવસનો શિકાર બનાવ્યું હતું. પરંતુ તેની આ કામુક ચેષ્ટાઓ અને ઘૃણાસ્પદ કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

પોલીસે આ શખ્સને ઝડપી પાડવા આશરે 70 થી 80 જેટલા અલગ-અલગ કેમેરાઓ ચેક કર્યા હતા અને આખરે ઉત્રાણ પોલીસે  આ હવસખોરને ઝડપી પાડ્યો હતો. આ શખ્સનું નામ હરેશભાઇ લાલજીભાઇ વાગડીયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.