Abtak Media Google News
  • કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા
  • કોંગ્રેસના નેતાઓ લાલઘૂમ થયા

સુરત ન્યૂઝ : સુરત લોકસભા બેઠક છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ  પરત ખેંચી લીધું હતું . જે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. બે દિવસ પહેલા સુરત લોકસભા બેઠક  પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીનું ઉમેદવારી ફોર્મ ડમી ઉમેદવારો દ્વારા ખોટી સહી મામલે રદ કરવામાં આવ્યું હતું. વળી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેમનો ફોન બંધ આવતા કોંગ્રેસના નેતાઓ લાલઘૂમ થયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, આજે સવારથી જ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોએ હોબાળો શરૂ કર્યો છે. Screenshot 3 14

કોંગ્રેસના સમર્થકોએ હાથમાં “નિલેશ કુંભાણી જનતાના ગદ્દાર” ના બેનર સાથે વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અહીં સૌથી મોટી વાત એ છે કે, નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઇ ખબર નથી. મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા લગાવેલા છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.