Abtak Media Google News
  • આઠ મહિનાના બાળક સાથે ઘરથી લઈને નીકળેલી મહિલા 181 ટીમની સમય સુચકતા આશિર્વાદ બની

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક કેનાલમાં આત્મહત્યાના ઈરાદે આઠ મહિનાના  બાળક સાથે ઘેરથી નીકળેલી મહિલાને 181ની ટીમે કાઉન્સેલીંગ કરી મહિલા બાળકનો જીવ બચાવ્યો હતો.181 અભયમ મહિલા હેલપલાઇન માં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ તથા જણાવેલ કે અહીં એક મહિલા તેના આઠ મહિનાના બાળકને લઈને કેનાલ તરફ આત્મહત્યા કરવાના ઇરાદે રડતા રડતા જઈ રહી છે જેને અહીં બેસાડી રાખેલ હોય પરંતુ તે મહિલા  મારે મરી જવું છે એવો એક જ શબ્દ વારંવાર બોલે છે અને રડે છે તેથી આ પીડિત મહિલા માટે હાલ 181 અભયમની મદદની જરૂર છે.આ ઘટનાની જાણ થતા તુરંત 181 અભયમ ટીમ કાઉન્સલર મધુબેન વાણીયા કોન્સ્ટેબલ ગૌરીબેન તથા પાયલોટ શિવમભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા.

મહિલાને ત્યાંના લોકોએ એક સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખેલ હતા.મહિલા સાથે 181 ટીમ કાઉન્સલર વાતચીત કરતા કાઉન્સિલિંગ દરમિયાન મારે મરી જવું છે મારે હવે જીવવું નથી એવો એક જ શબ્દ વારંવાર બોલતા હતા અને રડતા હતા ત્યારે કાઉન્સિલરે મહિલા સાથે  શાંતિપૂર્વક વાતચીત કરી તેમજ તેને આશ્વાસન આપી શાંત કર્યા હતા ત્યારબાદ પીડિતા ને આપઘાતના પ્રયાસ અંગે પૂછતાં મહિલાએ પોતાના પર વીતી રહેલી વિગત જણાવતા કહેલ કે તેના માતા પિતાનું ઘર સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં હોય જ્યારે સાસરિયું ધાંગધ્રા તાલુકાના એક ગામમાં હોય.પીડિત મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલ તેમજ છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા અને અવાર-નવાર પતિ દારૂ પીય ને ઘરે આવતા અને પીડિતા ને મારઝૂડ કરતા હતા.તેમજ પીડિતા ને ઘર વપરાશ માટે ઘરે પૈસા ના આપતા આથી પીડિતા બીજાના ઘરના કચરા-પોતા અને વાસણ- કપડાં ધોઈ ને બીજા નુ  કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

છતાં પણ તેમના પતિ રોજે નાની-નાની બાબતમાં ઝઘડો કરતા અને મેણા ટોણા મારીને પીડિતાને મારપીટ કરવા લાગતા રોજ રોજ ના આવા કકળાટ થી મહિલા માનસિક રીતે કંટાળી જઈને  નાસીપાસ થયેલી આ મહિલા પોતાના આઠ મહિનાના બાળકને લઈને રડતા રડતા દુધરેજ કેનાલ તરફ આત્મહત્યા કરવાના ઇરાદે ગઈ હતી.   પીડિતાની સમગ્ર તકલીફ 181 ટીમે જાણ્યા બાદ પીડિતાનું  કાઉન્સિલિંગ કર્યા બાદ મહિલાને આત્મહત્યા વિચાર માંથી મુક્ત કરી, પાણી પીવડાવીને ગાડીમાં બેસાડીને ઘરે જવા માટે કહેલ પરંતુ પીડિતા એ જણાવેલ કે હાલ મારા પિયરમાં માતા કે ભાઈ ઘરે હાજર નથી મજૂરીકામ કરવા ગયેલ હોય તથા પતિ બીજી વાર ઘરે આવશે અને મારઝૂડ કરશે એ ડરથી પીડિત મહિલા હાલ ઘરે જવાનું ના કહે છે આથી હાલ પીડિતા ને તથા તેમના બાળકને સુરક્ષિત આશ્રય તેમજ લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર માં 181 અભયમ ટીમે આશ્રય અપાવેલ. કામગીરી એક મહિલા તેમજ આઠ મહિનાના બાળકનો જીવ બચાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.