Abtak Media Google News

વઢવાણ 1500 જેટલા અગરીયા પરિવારો મીઠાનું ઉત્પાદન કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે નુકસાન થયેલ છે. જેમાં હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના ટીકર, અજીતગઢ, જોગડ, માનગઢ, કીડી, ઘાટીલા, વગેરે વિસ્તારમાં વાવાઝોડાના કારણે મીઠાના અગરમાં આશરે ત્રણ લાખ ટન મીઠાનો પાક વરસાદી પાણીના કારણે ધોવાણ થયેલ છે. જેના કારણે અગરિયાઓને મોટી નુકસાની થવા પામી છે.

Advertisement

મીઠાનું ઉત્પાદન થઈ ગયું હતું. પરંતુ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર મારફતે લઇ જવાનો રસ્તો પણ ધોવાઇ જતાં વાહનોની અવર-જવર થઇ શકતી નથી. જેના કારણે અગરિયાઓને પારાવાર હેરાનગતિ થઈ રહી છે અને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સાથે-સાથે અગરિયાઓની ઘરવખરી અને સોલાર સિસ્ટમને પણ નુકશાની થઈ છે. અગરીયાઓ પેટે પાટા બાંધી અને મીઠાનો વ્યવસાય કરતા હોય છે. તૈયાર થઈ ગયેલું મીઠું વરસાદી વાવાઝોડાના કારણે ધોવાણ થઇ જતા અગરિયાઓના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.

વાવાઝોડા અને વરસાદથી અગરિયાઓના મોંમા આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. સરકાર દ્વારા અગરિયાઓને વળતર ચૂકવે તેવી માંગણી સાથે રણકાંઠા વિસ્તારના અગરીયાઓ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમા જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે હળવદ તાલુકાના અગરિયાઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના ટીકર(રણ), કીડી, એજાર, જોગડ, અજીતગઢ, ધાટીલા વગેરે રણકાંઠા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. તૈયાર થયેલુ મીઠું ઓગળી ગયું છે. સાથે-સાથે અગરિયાઓની ઘરવખરીને પણ ભારે નુકસાની થવા પામી છે.

ટીકરના ઉપ સરપંચ વાસુદેવભાઈ, અશ્વિનભાઈ, પરમાર વિરમભાઈ સહિતના અન્ય અગરિયાઓ ઉપસ્થિત રહી પોતાની વ્યથા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ કેટલીક ભાંગી ગઈ હતી જેથી અગરીયાઓને સૌપ્રથમ સોલર પ્લેટો માટે રૂા.50,000 થી વધુનો ખર્ચ કરવો પડશે આમ પડ્યા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ વચ્ચે અગરીયાઓએ હાલમાં રણમાં રહેલું મીઠું કેમ બચાવવું તેના કામમાં લાગી ગયા છે જેથી મીઠાના વેપારીઓ અને અગરીયાઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા રણમાં સર્વે કરી જે અગરીયાઓને સોલર પ્લેટ, મીઠામાં નુકશાન થયું હોય તેઓને તાત્કાલીક નુકશાની અંગેનું વળતર ચુકવવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.