Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલ દુધરેજ ફાટક થી લઇ અને ખોડીયાર પરા વિસ્તાર સુધીમાં આશરે 100થી વધુ લોકો ઝૂંપડાં બાંધી અને વસવાટ કરી રહ્યા છે ત્યારે રેલવે વિભાગ દ્વારા ફક્ત મૌખિક જાણ કર્યા બાદ ઝુપડા સવારથી પાડી દેવાના શરૂ કરી દેવામાં આવતા એક તરફ 100 થી વધુ પરિવારોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે દુધરેજ ફાટક થી લઈને ખોડીયાર પરા વિસ્તાર સુધી 100 થી વધુ નિમ્ન કક્ષાના કે જેમને પોતાનું ઘર નથી તેવા લોકો ઝુંપડા બાંધી અને પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે.

ે રેલવે વિભાગ દ્વારા આ ઝૂંપડાઓ પાડી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે જે 100થી વધુ ઝુપડા વહેલી સવારથી રેલવે વિભાગ દ્વારા પાડી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રેલવેની ખાલી પડેલી જગ્યામાં વસવાટ કરતા વધુ 100થી વધુ પરિવારજનો ઘર વિહોણા બન્યા છે અને તેમની ઘર સામગ્રીને પણ અચાનક મકાનો પાડી દેવાની શરૂઆત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતા નુકસાન થવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે હાલમાં રેલવે વિભાગ સામે 100થી વધુ લોકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે.

1616735819235

બીજી તરફ આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો દ્વારા જણાવવામાં આવેલ વિગત અનુસાર છેલ્લા 35 વર્ષથી રેલવે વિભાગની જગ્યામાં ઝુપડા બાંધી અને આવા લોકો વસવાટ કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પોતાનું ઘર ન હોવાના કારણે ખુલ્લી જગ્યામાં સમીયાણા બાંધી અને વસવાટ કરવા માટે  મજબૂર બનવું પડતું હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર રેલવે વિભાગ દ્વારા દુધરેજ ફાટકથી અને ખોડીયાર પરા વિસ્તાર સુધી રેલવેની જમીન ઉપર મકાનો બાંધી વસવાટ કરતા 100થી વધુ મકાનો અને ઝુંપડા ધારાસહિ કરી દેવામાં આવ્યા છે બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો સામાન્ય જીવનધોરણ જીવી રહ્યા છે પોતે આખો દિવસ મજૂરી કામ કરી અને પોતાના પેટ ભરી રહ્યા છે ત્યારે આ લોકોના ઘરો વહેલી સવારે રેલવે વિભાગ દ્વારા પાડી દેવામાં આવ્યા છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં ઝોપડા બાંધી અને વસવાટ કરતા 100થી વધુ પરિવારો ઘર વિહોણા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આ લોકો સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે સુરેન્દ્રનગર રેલવે વિભાગ દ્વારા જ સાચા અર્થમાં રેલવેની જમીન ખાલી કરાવવામાં આવે તો દુધરેજ ફાટક થી લઇ અને ખોડીયાર પરા સુધી વિસ્તારમાં એક શાળા બે વાળી અને પાંચ જેટલા બંગલા પર પડી જાય તેવું છે

પરંતુ ત્યાં રેલવે વિભાગ બુલડોઝર ફેરવી શકે તેવું નથી રાજકીય ઓથા હેઠળ આ તમામ પ્રક્રિયાઓ અને રેલવેની જમીન ઉપર કબજો કર્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે ખુલ્લી પડેલી રેલવે ની જગ્યા માં વસવાટ કરતા 100 થી વધુ લોકો હાલમાં પોતાના ઘર વિહોણા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.