Abtak Media Google News

ખેલાડી રોડ પર દશ હજારની પ્રેક્ષક ક્ષમતા સાથે 6 કરોડના ખર્ચે સ્ટેડીયમરૂપી મળશે નજરાણું

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો નિરંજનભાઈ શાહ ,જયદેવભાઈ શાહ હસ્તે સુરેન્દ્રનગરમાં પેવલિયન માટે ભૂમિ પૂજન કર્યુ

સુરેન્દ્રનગર જિલ્લા ના પ્રતિભાશાળી ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને સુરેન્દ્રનગર ક્રિકેટ એસોસિએશનને તૈયારી છે આખી શહેરના ખેલાડી રોડ ઉપર 11 એકર જમીન પર લેવાયેલી જમીન પર આજે પેવેલિયન બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અહીં તરફ વિકેટ ધરાવતું આઠથી દસ હજાર પક્ષકો ને બેસી શકે તેવી ક્ષમતા માટેનું સ્ટેડિયમનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

Advertisement

સુરેન્દ્રનગરમાં ક્રિકેટ  રમવા યુવાનો ઉત્સાહી છે પરંતુ રમવા માટે ગ્રાઉન્ડનો અભાવ યુવાનોને તક મળતી ન હતી આથી સુરેન્દ્રનગરમાં નવું  ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા  હાથ ધરવામાં આવી છે  સુરેન્દ્રનગરના સેક્રેટરી  રોહિતભાઈ શાહ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરની રમત પ્રેમી જનતા માટે ક્રિકેટની પ્રેક્ટિસથી માંડી રણજી ટ્રોફી  ડીસ્ટ્રીક મેચ તેમજ સ્ટેટ લેવલની મેચ સુરેન્દ્રનગરના ઘર આંગણે  રમાય તેવું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજનભાઈ સાહેબ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના એકદમ નજીકના સેન્ટર ગણાતા સુરેન્દ્રનગર શહેર ઉપર હાલમાં જ્યારે ઝાલાવાડમાં 11 એકર ક્રિકેટ સ્ટેડિયમ બનવાનું આજે જ્યારે ભૂમિ પૂજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી પણ અનેક ખેલાડીઓ પ્રભાવિત થઈ અને સ્ટેટ લેવલની ક્રિકેટ રમે તેવી પણ તૈયારીઓ તેમને દર્શાવી હતી અને આ સુરેન્દ્રનગર શહેર માટે કોઈ નાનું સુનું કામ ના કહેવાય પરંતુ સુરેન્દ્રનગર શહેરનો જરૂર વિકાસ માટે એક આ સ્ટેડિયમ એક અનોખી ઓળખ બની અને સાબિત થશે તેવી પણ સંભાવના તેમને વ્યક્ત કરી હતી આ માટે વિચાર જગ્યા સાથેનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા પરવાનગી પણ પ્રાપ્ત થઈ ગઈ છે આથી ખેરાડી રોડ ઉપર 11 એકર જમીન પર અંજાર અંદાજિત 5 થી 6 કરોડના ખર્ચે સ્ટેડિયમ નું નિર્માણ કરવામાં આવશે જ્યાં આઠથી દસ હજાર પેક્ષકો બેસી શકે તેવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ નું નિર્માણ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો નિરંજનભાઇ શાહ જયદેવભાઈ હિમાંશુભાઈ સાથે તેમજ સભ્યોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તેમજ સુરેન્દ્રનગર ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ક્રિકેટ એસોસિએશનના અને હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિ પૂજન કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે જાન્યુઆરીથી ડિસ્ટ્રિક્ટ કક્ષાની રમતોનું આયોજન થાય તેવા પ્રયાસો કરાશે જ્યારે સ્ટેડિયમ તૈયાર થઈ જતા સુરેન્દ્રનગરના ખેલાડીઓને રમત માટે વિશાળ જગ્યા પણ પ્રાપ્ત થઈ શકશે હાલમાં આવે ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય શરૂ થશે અને માત્ર ટૂંકા સમયમાં એક જ વર્ષમાં 11 એક જ જમીનમાં ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણ થશે તેવું પણ અંતમાં જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.