Abtak Media Google News

ખેડૂતોએ જૂથ બનાવી યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા અનુરોધ

ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતો માટે સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમા ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે.  તમામ ખેડૂતો માટે તા.08/12/2023 થી ઓનલાઈન અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. આ યોજના હેઠળ વ્યક્તિગત અથવા ખેડૂતોએ જૂથમાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બે માથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને મળેલ લક્ષ્યાંકની મર્યાદામા વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. (ખેડૂત જુથ) માટે ખેડૂતો દ્વારા ગ્રૂપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-10 માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે.

ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી મંજૂરી આપવામાં આવશે. યોજના ઓનલાઈન અરજી તારીખ 8/12/2023 ના રોજ 10.30 કલાકે ચાલુ થવાની છે તો જે ખેડૂતો કાંટાળી વાડ ફેન્સિંગ બનાવવા માગતા હોય તે ખેડૂતો એ વહેલાસર અરજી કરી ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બહેધરી પત્રક 2. 7/12,8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રકની નકલ 3. બેંક પાસબૂકની નકલ/રદ કરેલ ચેક 4. આધાર કાર્ડની નકલ 5. કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક 6. ડીમાર્કશન વાળો નકશો. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસીફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સીગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન- 120 માં પૂર્ણ કરી સમાન ખરીદીના જીએસટી વાળા બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત ક્લેમ જમા કરવાનો રહેશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીગ કરવાની સહાય મળવાપાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.