Abtak Media Google News

સુરેન્દ્રનગર એસ.પી. ગિરીશ પંડયા અને ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગણતરીના દિવસમાં ભેદ ઉકેલ્યા

સોનાના ત્રણ બિસ્કીટ અને રોકડ મળી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો: સુત્રધાર સહિત બેની શોધખોળ

સસ્તાના ચોખા મેળવછાની લ્હાયમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વેપારીનો વિશ્ર્વાસ કેળવી રૂ. 24.60 લાખની છેતરપીંડી કરવાનો જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજાની કુનેહથી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી ત્રિપુટીને ઝડપી લઇ પુરેપુરો મુદામાલ રિકવરી કરી છે. ઝડપાયેલા શખ્સો અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ મુદ્દે ત્રણ દિવસની રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રતનપરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઇ રમણીકભાઇ કોશિયા નામના વેપારીને મુંદ્રા પોર્ટથી સસ્તામાં ચોખા અપાવી દેવાની લાલચ આપી રૂ. ર4.60 લાખની છેતરપીંડી કર્યાની અમદાવાદના દેવાંગ પ્રવિણ દેત્રોજા, આદીપુરના ગૌરાવ પ્રકાશ શાહ અને ભચાઉનો રાજુ પટેલ સહિતના શખ્સો સામે જોરાવરનગર  પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ ગુનાનો ભેદ ઉકેલવા એસ.પી. ડો. ગિરીશ પંડયા ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ  હાથ ધર્યુ હતું.

છે. આ ગુન્હા  દેવાંગભાઇ પ્રવિણભાઇ દેત્રોજા , ગૌરવભાઇ પ્રકાશભાઇ શાહ  અને રાજુ પટેલની અટક કરવામાં આવેલ અને તેઓના  કોર્ટથી દિન-4 ના પોલીસ રીમાન્ડ મેળવી આરોપીને સાથે રાખી કચ્છ જીલ્લામા અન્ય બાકી આરોપીઓ તથા મુદ્દામાલ બાબતે તપાસ કરતા આ કામે અન્ય એક આરોપી મનહરભા ઉર્ફે મનુભા અમરતભા દેવસુર જાતે ગઢવી ઉ.વ.25 ધંધો ખેતી હાલ રહે.ગાંધીધામ નવીસુંદરપુરી રામબાગ રોડ આહિરવાસગેઇટની બાજુમા તા.ગાંધીધામ જી.કચ્છ મુળ રહે.ખોડાસર તા.ભચાઉ જી.કચ્છ વાળાની સંડોવણી હોવાનુ જણાઇ આવેલ જેથી મજકુર આરોપીને ઝડપી પાડી તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરી આ કામે છળકટથી મેળવેલ 3,24,60,000/- પૈકીના રોકડ રૂ.5,48,003/- તથા તે રૂપિયામાંથી ખરીદ કરેલ ત્રણ સોનાના બિસ્કીટ કિ.રૂ.19,11,997/- એમ કુલ કિ.રૂ.24,60,000/- નો 100 % મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી  આર.જે.જાડેજા પો.સબ ઇન્સ જોરાવરનગર,  એ.એસ.આઇ ધનશ્યામભાઇ ગોવિંદભાઇ,  પો.હેડ.કોન્સ ચમનલાલ નાનજીભાઇ,  પો.હેડ.કોન્સ રાજેશભાઇ અજમલભાઇ,  પો.કોન્સ મેહુલભાઇ રસીકભાઇ , પો.કોન્સ અરવિંદભાઇ રામજીભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદરહુ કામગીરી કરેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.