Abtak Media Google News

કેસના સંજોગો અંગે વિવેક બુધ્ધનો ઉપયોગ સાથે ધરપકડ કરવી જોઇએ: હાઇકોર્ટનું અવલોકન

આપઘાત કેસમાં એકને આગોતરા જામીન મળ્યા બીજાને ધરપકડ પૂર્વે જામીન મુકિત મળી

સુરેન્દ્રનગરના દલિત યુવાનના આપઘાત કેસમાં એટ્રોસિટીના ગુના હેઠળ કાર્યવાહી કરવા અંગે થયેલી માગ સામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુનો બન્યો ત્યારે તે મૃતક અનુસુચિત જાતી કે સર્વણ જાતી અંગેની કોઇ વાત જ ન હોય તેવા સંજોગોમાં ગુનો બન્યો કે ન બન્યો હોય તેવી સ્થિતીમાં જેની સામે આક્ષેપ છે તેની ધરપકડ કરવી અયોગ્ય ઠરાવતો હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી અવલોકન કરવામાં આવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વ પૂર્ણ કેસમાં ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે ૧૯૮૯ના એસીએસટી એકટ હેઠળ દોષિત ઠરાયેલા વ્યક્તિને આગોતરા જામીન મંજુર કર્યા છે કારણે તે ભોગ બનનાર વ્યક્તિની ઓળખ કરી શકયા ન હતા. કોર્ટના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ ભોગ બનનાર તરીકે ન કરી શકતા આગોતરા જામીન અંગેની અરજી કરવામાં આવી હતી. સોમવારે જસ્ટીશ બી.ડી.કારિયાએ અવિનાશ સતાપરા કેસમાં આગોતરા જામીન આપ્યા છે. સતાપરા ઉપર સીસીટીવી ફુટેજના પુરાવાને નાશ કરવાના ગુનામાં તેને કસુરવાર ઠેરવવામાં આવ્યો હતો. આજ કેસમાં અન્ય એક આરોપી નિલેશ પરમારને હાઇકોર્ટ દ્વારા ૪ મેના રોજ આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ સતાપરાએ પોતાની ધરપકડ સામે કાયદેસરતાની સુરક્ષાની માગ કરી હતી જેના અનુસંધાને ન્યાયધિશ પરેશ ઉપાધ્યાએ ધ્યાન દોર્યુ હતું કે આ એક એવો કેસ હતો અનુસુચિત જાતી અને અનુસુચિતજન જાતી અંગેના આરોપ મુકવામાં આવ્યા હતા સંસદ દ્વારા તાજેતરમાં થયેલા સુધારા અંગે હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.

અનિલ જોશીના મૃત્યુ સમયે આરોપીઓ તેની જાતિ અંગે અજાણ હોવાથી તેઓ સામે જ્ઞાતિ અંગેના અપમાનિતની કાર્યવાહી ન થવી જોઇએ તેવું હાઇકોર્ટ દ્વારા સ્વીકારી આરોપીને મહત્વનો લાભ આપતો ચુકાદો આપવામાં આવ્યો છે.

સીઆરપીસી કલમ ૪૩૮ની જોગવાઇ હેઠળ આરોપીને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મુકાશે જે સંદર્ભે ન્યાયધિશ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે તે કેસ નથી તે કેસ કરશે હાલ આ કેસમાં વિવેક બુધ્ધીનો ઉપયોગ કરી બીજી ખંડ પીઠે આ કેસમાં સહઆરોપીને આગોતરા જામીન આપી દીધા હતા ન્યાયધિશ ઉપાધ્યાએ પરમારના મામલાના હુકમની નોંધ લીધી હતી અને નિરિક્ષણ સાથે આ મુદો મુખ્ય ન્યાયધિશને આપ્યો હતો અને ન્યાય સિસ્તની માગ કરી હતી અને જણાવ્યું હતું કે સમનવ્ય બેન્ચો વિરોધાભાષી આદેશો ન આપે તેમ ઠરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.