Abtak Media Google News

મહિલાઓએ બાયપાસ જામ કરી દેતા વાહનોની લાગી કતારો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે અનેક લોકો પાલિકા ખાતે રજૂઆત કરવા આવી રહ્યા છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો નગરપાલિકા હલ કરવામાં નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે  સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નને લઈ અને સ્થાનિક લોકો અને ખાસ કરી સ્થાનિક મહિલાઓ રોડ ઉપર ઉતરી ગઈ હતી.

સુરેન્દ્રનગરના ગણપતિ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે વારંવાર સ્થાનિક લોકો નગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ તે છતાં પણ પીવાના પાણીની સમસ્યા હાલ થતી નથી ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે ગણપતિ ફાસ્ટર વિસ્તાર આવેલો છે ત્યાંની વસ્તી 15 થી 20 હજાર સુધીની છે. અને આ વિસ્તારના લોકો પાણી તેમજ પ્રાથમિક સુવિધા મામલે અનેક વખત પાલિકા અને કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી ચૂક્યા છે તે છતાં પણ સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે મહિલાઓની તેમજ સ્થાનિક લોકોની ધીરજ આ મામલે ખૂટતા આજે સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાસ્ટર વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી ગયા છે અને ચકા જામ કરી નાખ્યો છે અંદાજીત ત્રણ કિલોમીટર સુધીનો લાંબો ચક્કાજામ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતની જાણકારી થતા વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને આ મામલે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હોય તેવા સાબિત થયા છે.

પહેલા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પીવાના પાણી સહિતના જે પ્રશ્નો છે તે હાલ થવા જોઈએ તેવી માંગણી ચક્કાજામ કરનાર મહિલાઓ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ત્યારે અંદાજિત 200 થી વધુ મહિલાઓ હાલમાં રોડ ઉપર બેસી ગઈ છે અને આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા વક્રતા કામ ધંધા છોડી અને મહિલાઓ તેમજ આ વિસ્તારના પુરુષોએ રોડ ચકાજામ કરી પાણી આપવાની માંગણી કરી હતી.

33 કરોડના ખર્ચે નલ સે જલ યોજના પણ   નિષ્ફળ નીવડી ?

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 33 કરોડના ખર્ચે નવસર્જન યોજના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નાખવામાં આવી છે પરંતુ આ યોજના નિષ્ફળ નેવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા દસ દિવસથી આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ અને રજૂઆત કરી રહ્યા છે છતાં પણ સમસ્યાનો હલ આવી રહ્યો નથી અંતે આ વિસ્તારને મહિલાઓ અને આ વિસ્તારના પુરુષોને રોડ ઉપર ઉતરવું પડ્યું છે સૂત્રોચાર કરવા પડ્યા છે ત્યારે 33 કરોડના ખર્ચે નલ સેજલ યોજનાનો શું ફાયદો આ વિસ્તારના લોકોને તેઓ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.