Abtak Media Google News

છ ફોર્મમાંથી 4 ફોર્મ રદ થતા બે વચ્ચે થશે ટકકર

બાબરા નાગરિક બેંકની ખાલી પડેલ ડાયરેક્ટરની ચૂંટણી 11 જૂને ચૂંટણી  યોજાશે. બાબુભાઈ કારેતિયા અને પ્રકાશભાઈ મકવાણા ઉમેદવારી  નોંધાવાઇ  15 કરોડનું વર્કિંગ કેપિટલ ગણાતી બાબરા નાગરિક બેંક અનુસૂચિત અને સામાન્ય એમ કુલ ડિરેક્ટરની ખાલી જગ્યા માટે 11 જુનના રોજ  પેટા ચૂંટણી ચૂંટણી યોજવાની હતી અને તેના માટે ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા હતા. નાગરિક બેંકની અનુસૂચિત બેઠકમાં પૂર્વ નાયબ મામલતદાર પીએલ મારુ તેમજ એડવોકેટ હરેશ મેવાડાએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું.

જ્યારે સામાન્ય બેઠક માટે ભાજપના અગ્રણી જગદીશભાઈ વાવડીયા સહકારી અગ્રણીના બાબુભાઈ કાર્યરતિયા હરેશ સેલિયા અને એડવોકેટ પ્રકાશ મકવાણા ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું બે જગ્યા માટે છ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું જેમાં ફોર્મની ચકાસણી દરમિયાન અનુસૂચિત બેઠકના બંને ઉમેદવારોના ફોર્મ માન્ય નહીં ગણાતા રદ થતાં આ બેઠક ખાલી રહી હતી તેમાં સામાન્ય બેઠકમાં જગદીશ વાવડીયા ફોર્મ રદ તથા બેઠક ખાલી રહી હતી તેમજ સામાન્ય બેઠકમાં જગદીશ વાવડીયા ફોર્મ રદ થયું હતું અને ઉમેદવારી પરત ખેંચવાના દિવસે હરેશ સેલિયા પોતાનું ઉમેદવારી પરત ખેંચતા સામાન્ય બેઠકમાં હવે માત્ર બે ઉમેદવાર મેદાનમાં રહી ડિરેક્ટરની ચૂંટણી લડશે

બાબરા ખાતે 1979 મા સ્થપાયેલી પ્રથમ આર્થિક માતૃ સંસ્થા અને 15 કરોડનું આર્થિક વર્કિંગ કેપિટલ ધરાવતી નાગરિક સહકારી બેંક ખાલી પડેલ બે ડિરેક્ટરની જગ્યા માટે આગામી 11/6/23 રવિવારે રોજ પેટા ચૂંટણી યોજનારી છે  જનરલ ચૂંટણીમાં એક પણ ફોર્મ રજૂ નહીં થતાં ખાલી રહેલી અનુસૂચિત જાતિની સીટ અને ચૂંટાયેલા ડિરેક્ટરો મનુભાઈ સેલિયાના અવસાનથી ખાલી પડેલી જગ્યા ગણી કુલ બે સીટ માટે ચૂંટણી યોજના ર છે

બેંકના વર્તુળ ના જણાવ્યા મુજબ 2354 મતદાર સભાસદ માંથી 66 ડિફોલ્ટર મતદા ર સભાસદ માંથી 66 થી દી ફોલ્ટર મતદાર સભાસદ માંથી બાદબાકી થી કુલ 2288અઠ્યાસી મતદાર સભાસદ પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જનરલ બેઠકમાં સહકારી અગ્રણી બાબુભાઈ અમરશીભાઈ કારતીયા અને એડવોકેટ પ્રકાશ રમણીભાઈ મકવાણા વચ્ચે ચૂંટણી યોજાશે  બેંકના ચેરમેન મનોજભાઈ જોગી તેમજ વાઇસ ચેરમેન ભરતભાઈ ભાર દિયા ના જણાવ્યા મુજબ બાબરાની બિન રાજકીય પ્રથમ આર્થિક માતૃ સંસ્થા માટે યોજાતી પેટા ચૂંટણી માં મતદા ર સભાસદો વધુમાં વધુ મતદાન કરીને અને પોતાના પ્રતિનિધિને ચુંટી કાઢે તેવી અપીલ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.