Abtak Media Google News

મીઠાઈ ફરસાણ એસો.એ જિલ્લા કલેકટરને રજૂઆત કરી

ખાદ્યતેલમાં ૨૫ ટકા કરતા ઓછુ ટીપીસી રાખવાનો કાયદો અમલમાં આવ્યો છે. હાલ આ કાયદા સામે ફરસાણના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મીઠાઈ ફરસાણ એસોશિએશનને આ કાયદા અંગે ફેરવિચારણા કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું કે, ફુડ એન્ડ સેફટી સુધારા એકટનો અમલ ૧લી જુલાઈ અમલમાં આવનાર છે. સદર ફુટ એન્ડ સેફટી સુધારા એકટ અન્વયે ખાદ્ય તેલમાં ૨૫% કરતા ઓછું ટીપીસીના કાયદાના અમલ થાય છે તે અમલ માટે ફેર વિચારણા કરવી જોઈએ.

૧. ખાદ્ય તેલમાં ૨૫% કરતા ઓછું ટીપીસીના કાયદાના અમલ માટે ગુજરાત જ પ્રથમ કેમ ?,

૨. ગુજરાતમાં ચાલીસ હજાર કરતા વધારે ફરસાણના ઉદ્યોગકારો છે. આ ઉદ્યોગકારોનો સહિયારો અવાજ આપની સમક્ષ અત્રે પ્રસ્તુત છે.

૩. પાંચ લાખ કરતા વધારે લોકોને આ ઉદ્યોગ રોજગાર પુરો પાડે છે.આ કાયદાના અમલતી બેરોજગારી વધશે.

૪. ઘરમાં પણ ગૃહિથી ભજીયા વગેરે ફરસાણ બનાવતા હોય છે ત્યારે અનેકવાર એક જ ખાદ્ય તેલમાં ભજીયાના ઘાણ બનતા જ હોય છે.

આજ સુધી આ કારણોથી કોઈ પરિવારનાં સભ્યોને કોઈ કેન્સર થયાનું સાબિત થયું નથી.

૫. ખાદ્ય તેલમાં ૨૫% કરતા વધુ ટીપીસી હોય તેવું ખાદ્ય તેલ ખાવાી કેન્સર થયાના કિસ્સાઓ બનેલ નથી અને આવા પ્રમાણિત આંકડા ક્યાંય લક્ષમાં જોવામાં આવેલ નથી.

૬. ગુટકા, તંબાકુ, સીગારેટ વગેરેના કારણે અનેક લોકોની જીંદગી બરબાદ થઈ હોવાના પુરતા પ્રમાણ હોવા છતાં તેમાં કોઈ પગલા સરકાર દ્વારા આજ સુધી લેવાયેલ નથી અને આજીવન કેદની સજાની કોઈ જોગવાઈ નથી. તો આપણી પારંપારીક વાનગીઓના વ્યવસાયને ઠેસ પહોંચાડવું કેટલા અંશે વ્યાજબી છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.