Abtak Media Google News

મોબાઇલ, ચાર્જર, બેટરી, પાવર બેંકની ચોરી કરી તસ્કરો ફરાર દુકાનની છત તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો

સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોકપાસે આવેલી મોબાઇલની દુકાનમાં બુધવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. દુકાનની છતતોડીને પ્રવેશેલા નીશાચરો મોબાઇલ, બેટરી, ચાર્જર, પાવર બેંક સહિત રૂપિયા ૪૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયા હોવાનું દુકાન માલીકે જણાવ્યુ છે.બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે ધસી જઇને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર દેશળ ભગતની વાવ પાસે રહેતા ભગવાનભાઇ મનસુખભાઇ પ્રજાપતિ હેન્ડલૂમ ચોકથી આંબેડકર ચોક જવાના રસ્તે ક્રિષા મોબાઇલ નામે દુકાન ધરાવે છે.  ત્યારે જેમાં ૧૨ ના રોજ દુકાન માંગલિક કરી ઘેર ગયા હતા.

ત્યારે તા ૧૩ ના રોજ સવારે દુકાન ખોલતા દુકાન ની છાત ઉપર થી તસ્કરો દુકાન મા પ્રવેશી ને મોબાઈલ મોબાઇલ, ચાર્જર, બેટરી, પાવર બેંકની ચોરી કરી તસ્કરો ફરાર દુકાનની છત તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કરી ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા ત્યારે એક જ માસ મા આ લાઇનમા તન દુકાન ના તાળા તૂટતાં ચકચાર ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.