Abtak Media Google News

ઉડ્ડયન ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ વિજય માલ્યાની આર્થિકસ્થિતિ કફોડી બની: નિતીન ગડકરી 

હાલ વિજય માલ્યાના પ્રત્યાર્પણમાટે ભાજપ પક્ષને ખુબ જ મોટી જીત મળી છે ત્યારે ઘણી વખત વિજય માલ્યાને કહેવામાં આવતું કે, આલ્યા, માલ્યાઅને જમાલ્યા દેશ મુકી ભાગી ગયા છે તેના પ્રતિઉતરમાં કેન્દ્રીય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવતા કહ્યું હતું કે, વિજય માલ્યાએ પ્રથમ વખત કર્જ ચુકાવીન શકતા તેને ચોર ન કહી શકાય. કારણકે આ પહેલા ચાર દસકાથી તેઓએ લીધેલો કર્જ ચુકવેલો છે પરંતુ જયારે વિજય માલ્યા એવીયેશન ક્ષેત્રમાં આવ્યા ત્યારથી આર્થિક કટોકટીનો સામનો કરવો પડયો હતો. જેના ભાગ‚પે તેમને લીધેલો કર્જો ચુકવી શકયા ન હતા. જેથી તેમને એકમોકો આપવો જોઈએ અને ચોર તરીકે તેમની ગણતરી કરવી ન જોઈએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માલ્યા ૪૦ વર્ષથી નિયમિત અંતરાળમાં જે કર્જો લીધેલો હોય તેનું ચુકવણું કરતા રહ્યા છે પરંતુ એક કર્જ ચુકવી ન શકતા તેના ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે ન થવા જોઈએ. ગડકરીએ જણાવ્યું હતું કે,કોઈપણ કારોબારમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે પછી ભલેતે બેન્કીંગ ક્ષેત્ર હોય કે પછી વિમા ક્ષેત્ર હોય કે ઉડ્ડયન ક્ષેત્ર હોય. જો અર્થ વ્યવસ્થાને વૈશ્ર્વિક રીતે ઉચ્ચ સ્તર પર લાવી હોય તો થોડા રિસ્ક લેવાપણ પડતા હોય છે ત્યારે કોઈ ઉપર સીધો દોષનો ટોપલો ઢોળી દેવો તે યોગ્ય નથી.

જેમ આગળ જણાવવામાં આવ્યું કે, કોઈપણ વ્યાપારમાં ઉતાર-ચઢાવ આવે તો તેનો મતલબ એ નથી કે તે વ્યકિત ધંધો કરવા સક્ષમ નથી અને લીધેલોકર્જ ચુકવવા તેમની દાનત નથી. કયાંકને કયાંક આપણી પ્રણાલી આ તમામ મુદાઓને આવરી લઈ આગળ વધે છે જેને લઈ ઘણી ખરી તકલીફોનો સામનો ઉધોગપતિએ કરવો પડતો હોયછે ત્યારે જો કોઈપણ દોષિતનો દોષ સાબિત થાય કે જાણ થાય કે જાણી જોઈ તેઓએ પોતાનો કર્જચુકવવો નહોતો તો તેણે જેલની સજા થવી જોઈએ.

વધુમાં પરીવહન મંત્રી નિતીન ગડકરીએ રીઝર્વ બેંકને લઈ વાત કરતા જણાવ્યું હતું કે, રીઝર્વ બેંક ભારત સરકારનો એક અભિન્ન અંગ છે. કયાંકનેક યાંક જે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ થઈ રહી હતી તેનો અંત હવે આવી ગયો છે.જો આરબીઆઈ પોતાની સ્વાયતતા રાખવા માંગતી હોય તો સરકારને પણ કોઈ વાંધોનથી પરંતુ કયાંક સરકાર દ્વારા જે સુચનો અને સુજાઓ આપવામાં આવતા હોય તો તેનું પણ તેઓએધ્યાન રાખવું જોઈએ. આરબીઆઈ સરકારને ઘણી ખરી રીતે પોલીસી ઘડવામાં મદદ કરી શકે છે. કારણકે અર્થ વ્યવસ્થામાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ભાગ ખુબ જ મહત્વનો છે. અર્થ વ્યવસ્થાને સ્થિર કરવા અને વેગ આપવા આરબીઆઈનો હંમેશા સિંહ ફાળો રહેતો હોય છે ત્યારે સરકારના આર્થિક દ્રષ્ટિકોણને પણ આરબીઆઈએ સમજવું જોઈએ અને તેમાં તેઓએ સુચન પણ કરવા જોઈએ. કોઈપણ ક્ષેત્રમાંઉતાર-ચઢાવ આવતા હોય છે તે કોઈ નવી વાત નથી પરંતુ એક તાંતણે જોડાઈ અર્થ વ્યવસ્થાને વેગ કેમ આપવો તે મહત્વની વાત છે જો આરબીઆઈ પૂર્ણ રૂપથી સ્વાયતતા રાખવા માંગતીહોય તો તેણે કોઈપણ દોષ સરકાર ઉપર ન ઠાલવવો જોઈએ. સ્વાયતતા માટે તે પૂર્ણ રૂપથી જવાબદાર બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.